________________
એક ઝલક નવજીવન પ્રકાશન મંદિર દ્વારા તે પ્રસિદ્ધ થયો. શ્રી. મગનભાઈએ ૧૯૩૬ માં સુખમની 'નો પણ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો.
શ્રી. મગનભાઈએ મૂળપાઠ સાથે “જપજી'ના ગદ્ય અનુવાદનું કામ શ્રી ગોપાળદાસ પટેલને સોપ્યું.
કરમસદના વતની અને સરદારશ્રીના નજીકના કુટુંબી શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ૧૯૩૫ના વર્ષથી શીખ ધર્મ સ્વીકાર્યો હતો તેથી શ્રી. મગનભાઈ દેસાઈને લાગ્યું કે નેપાળદાસ યોગ્ય પાત્ર છે તેથી આ અનુવાદનું અને સંપાદનનું કાર્ય ગોપાળદાસને તેમણે સોંપ્યું.
શીખોના દસમા ગુરુ ગેવિંદસિંઘે શીખોને પોતાના પછી ગુરુ તરીકે ગુરુ ગ્રંથસાહેબને સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. ગુરુ ગ્રંથસાહેબ માટે એવી ભૂલભરેલી માન્યતા પ્રવર્તે છે, તેમાં શીખ સંપ્રદાયના ગુરુઓની વાણી છે, પરંતુ આ સાચું નથી. ગુરુ ગ્રંથ સાહેબમાં શીખેના ગુરુઓ સિવાય દેશભરના જુદા જુદા પ્રદેશોના અને જુદી જુદી જાતિઓના સંત-કવિઓની વાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
શીખાના પાંચમાં ગુરુ અનદેવજી ગુરુ ગ્રંથસાહેબ તૈયાર કરવા માટે ગુરુ અને સંતોના સ્તોત્રો એકરા કરીને તેને આજનું સ્વરૂપ આપ્યું હતું. ગુરુ ગ્રંથ સાહેબ સંપૂર્ણપણે પદ્યમાં લખાયેલ ગ્રંથ છે. ગુરુ ગ્રંથસાહેબમાં કુલ ૫૮૯૪ સ્તોત્રો જુદા જુદા રાગોમાં મૂકવામાં આવ્યા છે, જેમાંથી ૪૯૫૬ સ્તોત્ર ગુરુઓની રચનાઓ છે અને બાકીના ૯૩૮ સ્તોત્રો દેશના ૧૮ સંતે અને ૧૭ ભટ્ટોના છે. ગુરુ ગ્રંથસાહેબમાં સ્થાન પામેલા સંતની નામાવલી લઈએ તે તેમાં કબીરજી, નામદેવજી, રવિદાસજી, ત્રિલોચનજી, ધનાજી, ફરીદજી, શૈણીજી, જયદેવજી, ભીખનજી, સુરદાસજી, પરમાનંદજી, સૈણજી, પીપાજી, સધનાજી, રામાનંદજી, સુંદરજી, સત્તા અને બલવંદજી અને મરદાનાની વાણીને સમાવેશ થયો છે. આ સંતોમાં ધંધે કઈ વણકર હતા તે કઈ ધોબી, કોઈ ચમાર હતા તો કોઈ નાઈ, કોઈ કસાઈ હતા તે કોઈ વાદક મુસ્લિમ સંત શેખ ફરીદજીની રચનાઓને પણ ગુરુ ગ્રંથસાહેબમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ હિંદુ કે મુસલમાન, ઊંચા કે નીચના ભેદ રાખ્યા વગર તમામ રચનાઓને સરખી ગણી ગુરુ ગ્રંથસાહેબમાં સરખું સ્થાન આપવામાં આવ્યું છે. આમ ગુરુ ગ્રંથસાહેબ દુનિયાના એવો પહેલો ધર્મગ્રંથ છે, જેમાં અન્ય ધર્મોના લોકોની અને અન્ય સંતોની રચનાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org