________________
શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. નારાયણ દેસાઈ
અને ડે. પ્રફુલ્લચંદ્ર ઘોષને કેટી કોટી વંદન !
ગાંધીજીએ દેશને અને જગતને આપેલ “સત્યાગ્રહ શસ્ત્રની અણમોલ ભેટ વિષેના શ્રી. મગનભાઈ દેસાઈના “સત્યાગ્રહની મીમાંસા' પુસ્તક ગાંધીજીની જીવનસાધના અને કાર્યપ્રણાલીના અઠંગ અભ્યાસી અને જાણકાર તરીકે શ્રી. મગનભાઈ દેસાઈની સૌને ઓળખ કરાવી છે. ગાંધીજીએ પિતે એ પુસ્તક માટે તેમને સ્વહસ્તે ગૂજરાત વિદ્યાપીઠની “પારંગત' પદવી અર્પી હતી.
આજે હજુ ગાંધીજીનું નામ વાપર્યા સિવાય કોઈનું કામ આગળ ચાલતું નથી. અને દરેક જણ પોતાની કોઈ પણ ઢબ કે વિચાર આગળ કરતાં પહેલાં ગાંધીજીના વિચાર કે લખાણમાંથી પ્રમાણ કે સમર્થન શોધવા પ્રયત્ન કરે છે.
આજે ગાંધીજીનાં મંતવ્યને કડીબદ્ધ રીતે જવાબદારીપૂર્વક રજૂ કરવાં, એ અતિ આવશ્યક છે. અને એ કામ માટે “સત્યાગ્રહ' સાપ્તાહિક, “હરિજન” પત્રોના વિદ્વાન મંત્રી શ્રી. મગનભાઈ દેસાઈ જેવા અધિકારી પુરૂ કર્યું છે. તેની કિંમત રૂપિયા ૬-૦૦ છે.
કહે છે કે, ઇતિહાસનો કાંટો ફેરવ્યો ફેરવી શકાતો નથી. પણ ગાંધીજી અર્થકારણ અને રાજકારણ એ બંને મહત્ત્વની બાબતમાં ઇતિહાસના અંધ કાંટાને ફેરવી શકયા હતા. અર્થકારણમાં આધુનિક વિજ્ઞાન તથા યંત્રવિદ્યાથી વિમૂઢ બન્યા વિના રેંટિયો, ગ્રામોદ્યોગ, હસ્ત-ઉદ્યોગ – એ બાબતોને આગળ કરીને; અને રાજકારણમાં શસ્ત્રબળ તથા અસત્યમય કુટિલતાથી વિપરિત અહિસા – સત્યાગ્રહ– આત્મશુદ્ધિ એવાં સાધને પરદેશી રાજસત્તા સામે વાપરીને કારગત કરી બતાવીને.
અલબત્ત, પંડિત નહેરુએ, એથી ઊલટી એવી આધુનિક યંત્રોદ્યોગી, વિજ્ઞાનમુખી, સમાજવાદી ઢબને આગળ કરવા પ્રયત્ન કર્યો. લોકો એનાં સારાનરસાં પરિણામ પાંચ દાયકાથી નજરે જોઈ શકયા છે. એ બધાથી શિક્ષણ, બેકારી, સ્વાવલંબન, પરદેશ સાથે મૈત્રી, વગેરે પ્રશ્નો બાબતેમાં દેશને કશે શુક્રવાર” તે ન વળ્યો, પણ ઊલટું પરદેશી મદદ, દેવું અને ભારે કરવેરાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org