________________
એક ઝલક કાર્યક્રમ લઈને જ જે માણસ આવે, તે જ વિદ્યાપીઠની બાબતમાં કાંઈ કરી શકે. આ પરિસ્થિતિમાં, શ્રી. રવિશંકર મહારાજ, કે જેમને નિમિત્તે, અને તેમની મદદથી શ્રી. મેરારજી શ્રી. મગનભાઈ જેવાઓને વિદ્યાપીઠમાંથી કાઢી શક્યા હતા, તેમની છત્રછાયા નીચે વિદ્યાપીઠના પુનરુદ્ધારનું નાટક ચાલે, તેમાં હાજરી આપવી એ હું મારી જાત સાથે છેતરામણી રમ્યો એમ હું માનું.
૨. આપ તે સદૂભાવથી મને નિમંત્રણ આપવા આવ્યા હતા, તેને પાછું ઠેલવું એ મને અપરાધ જેવું લાગે. છતાં હું હાલના સંજોગોમાં શાથી વિદ્યાપીઠને કશો સહકાર નથી આપી શકતા તે મારે સ્પષ્ટ કહી બતાવવું જોઈએ.
આપ વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે મારી માતૃસંસ્થા જે છ માણસની સંગલમાંથી છૂટે એવી પ્રાર્થના હું કર્યા કરતો હતો. તેમાંથી (ાણને તો ભગવાને પોતાની પાસે બેલાવી લીધા, અને એકને માતા ઈંદિરાજીએ !) એક વધુ ઓછો થયો એમ મેં માનેલું. અને તેથી દ્રૌપદીને કૌરવોના હાથમાંથી છુટકારો થયો એમ માની મેં આનંદ અને આભાર વ્યક્ત કરેલ. પરંતુ પછીની ઘટનાઓ ઉપરથી મને લાગે છે કે, એ બધો મારો ભ્રમ હતું. અને અત્યારના આ વિદ્યાપીઠને મિટાવવાની મારી જેહાદ માટે પ્રભુપ્રાર્થનાની રીતે ચાલુ રાખવી ઘટે એમ જ મને લાગતું ગયું છે.
એટલે ૧૮ મી ઑકટોબરના એ દિવસ તે મારે મારી માતૃ-સંસ્થાના દુશ્મનના હાથમાંથી મારી માતૃસંસ્થા છૂટે – એવી પ્રાર્થના કરવાને દિવસ હશે. તેના પુનરુદ્ધારની ચર્ચા કરનારાઓ સાથે વાતમાં વાત અને હાથમાં હાથ મિલાવવાને નહિ.
૩. એક બાજુ વિદ્યાપીઠને પાછી ગાંધીજીને માર્ગે કેવી રીતે લઈ જવાની વિચારણા કરવા આપ ચર્ચાપરિષદ બોલાવે છે, અને બીજી બાજુ એ વિદ્યાપીઠના મુખ્ય સેવકોની ભરતી ચાલુ યુનિવર્સિટીઓની રીતે જ કરવામાં આવે છે, એ અવળે રાહ નથી? વિદ્યાપીઠની પરંપરાથી બિલકુલ અસ્પષ્ટ એવા માણસેના હાથમાં બધો કારોબાર સોંપ, અને પછી તેઓ આખું તંત્ર જનારાહે લઈ જાય એવી આશા રાખવી, એ ખરેખર હાસ્યાસ્પદ લાગે છે.
પરંતુ એ બધું તો આપને જેમ ઠીક લાગે તેમ કરવાની સ્વતંત્રતા છે, તેમ મને પણ મારી રીતે વિચારવાની સ્વતંત્રતા છે. આપને સદૂભાવ નજરે નિહાળ્યો ન હોત, તે આ કાગળ વિદ્યાપીઠના અત્યારના કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org