Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 395
________________ એક ઝલક ભ્રમનું કેટલું કુટી ગયું, અને મનમાં પ્રકાશ થયો! ગુરુએ પગમાંથી બેડી તોડી નાખી, અને મને બંદીને મુક્ત કર્યો ! ગોપાળદાસભાઈએ નાનકની વાણીમાં જ “જપ-માળા”, ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદો” અને “પંજથી પુસ્તકો સંપાદિત કર્યા છે. તે નાનકની વાણીનો લહાવો લેવા માટે વાંચવાનું ચૂકવા જેવું નથી. આ ઉપરાંત મગનભાઈ દેસાઈ સંપાદિત “સુખમનિ” અને “જપજી” પણ વાંચવાનું આવશ્યક છે. આ બધાં પુસ્તકોનું વાચન-મનન શીખધર્મનો રસાસ્વાદ અને શીખધર્મનો પરિચય કરાવી એ પ્રાણવાન ધર્મમાંથી પ્રેરણા અને બળ તેમ જ તુષ્ટિ-પુષ્ટિ મેળવી આપી ઈશ્વરી કૃપાપ્રસાદનો અનુભવ કરાવે છે. આ લહાવો લઈએ અને ધન્ય બનીએ. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલના ધર્મ-સાહિત્ય પર ગાંધીજી, સરદારસાહેબ અને કાકાસાહેબ ખુશખુશાલ હતા. આ બંને પુણ્યાત્માઓને મારી નમ્ર અંજલિ આપી પરમ તૃપ્તિ અનુભવું છું. ગાંધી ઘર, દેથલી પરષદરાય દિ. શાસ્ત્રી તા. ૧૪-૧-૨૦૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402