________________
હું સત્ય કે નમ્રતાનો – કશાને દાવે કરતો નથી
૩૮૨ કર્મચારીને લખવાની વિડંબનામાં પણ ઊતરવું મારે માટે આવશ્યક બન્યું ન હોત,
સત્ય પોતાને જેટલું સમજાય તેને આગ્રહ જ ન રખાય એ કેમ બને? સત્ય હમેશાં બહાર – આજુબાજ વિરોધ જ ઊભું કરતું આવે છે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે તેમ, પિતા પુત્ર સાથે, પત્ની પતિ સાથે !
પરંતુ આજના જમાનામાં એવા આગ્રહને જક અને અહં માનવામાં આવે છે, અને કોઈ પણ જાતને આગ્રહ ન રાખો એને નમ્રતા માનવામાં આવે છે. જેમકે, ગુજરાત યુનિવર્સિટીના અત્યારના વાઇસ-ચાન્સેલર શ્રી. મગનભાઈને જક્કી તથા પાટીદારશાહી રીતે પૂંછડું પકડી રાખનારા માને છે. તેમની નમ્રતા અને બધા સાથે “સુમેળ’ સાધવાની કુશળતા તેમને મુબારક! શ્રી મગનભાઈ દેસાઈ વિદ્યાપીઠની બાબતમાં સત્યને આગ્રહ રાખવા જતાં માર્યા ગયા, – તેમના શબ્દોમાં કહું તે, વિદ્યાપીઠ ઉપર જે ઘા થયો તેની લાહ્યથી સળગી ગયા.
મારા જેવા અલ્પ માણસે તે તેમની હત્યાનું વેર લેવાનું જ ઈચ્છયા કરે એમાં શી નવાઈ? હું સત્ય કે નમ્રતા - કશાનો દાવો કરતું નથી – કરવા માગતા નથી. હું દુશ્મનને દુશ્મન જ ગણું છું – ખાસ કરીને મારી માતૃસંસ્થા વિદ્યાપીઠના દુશમને હું કદી ભૂલી શકતો નથી – ભૂલી શકવાનો નથી.
દેશમાં ગાંધીજીને રાહ છોડ્યાથી જે ક્રાંતિ આવશ્યક બની છે, તેવી જ વિદ્યાપીઠ માટે પણ આવશ્યક બની છે તે એવી બંડખોર પાટીંના સભ્યો જ મારા મિત્રો – મારા સાથીઓ હશે. એમની સાથે જ મારે બેસવાપડ્યું કે ઊભવાપણું હેય.
આપને ક્ષમાપ્રાર્થો ગોપાળદાસ જીવાભાઈ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org