________________
એક ઝલક એ પ્રમાણે હે પુરુષે, મનને સમજાવો, તો ફરી સંસારરૂપી ચોટ ન લાગે.
નાનક કહે છે, હે યોગીન્દ્ર, સાચા ગુરુને સેવનારા સાચું જ્ઞાન પામી શકે, અને સાચો યોગ સાધવાથી મુક્તિ પણ મેળવી શકે.
ભાગ-૨ સૂક્તિ-સંગ્રહ દુમતિ બાધા સરપનિ સાધા,
મનુમુખિ ખોઈ ગુરુમુખિ લાધા; સતિગુરુ મિલૈ અધેરા જાઈ,
નાનક હઉમૈ મૈટિ સમાઈ. દુર્મતિથી જીવાત્મા બંધનમાં પડે છે, અને માયારૂપી સાપણ તેને ડસે છે – કરડે છે. મનમોજી થવાથી બાજી ખુએ છે; અને ગુરુનું શરણ લેવાથી લાભ ખાટી જાય છે – લાભ મેળવે છે. સદૂગુરુ મળે તો અંધારું જાય અને અહં-મમ ટાળીને પરમાત્મામાં સમાઈ જાય.
(સદ્ગુરુ એટલે સત્યપથ-પ્રદર્શક) “અકથ કથા લે રહઉ નિરાલા;
નાનક જુગ જુગ ગુર ગોપાલા.” અકથ – અવર્ણનીય પરમાત્માના ગુણ ગાઈને (જગતનાં પ્રલોભનોથી) નિરાલો બની શક્યો છું. ખરે જ પરમાત્માસ્વરૂપ ગુરુ યુગોથી માર્ગદર્શક બનતા આવ્યા છે. એકુ સબદુ જિતુ કથા વિચારી;
ગુરુમુખિ હઉર્મ અગનિ નિવારી. સદ્ગુરુએ આપેલા નામનું રટણ કર્યા કરનાર શિષ્ય અહંરૂપી અગ્નિ બુઝાવી ભવજળ પાર કરી શકે.
નામ એટલે ઘટઘટ બિરાજતા પરમાત્માનો નાદ, કાર રૂપી નાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org