________________
ગુરુ નાનકની વાણી
ભાગ – ૨ સતિ સંગ્રહ ૧. ભગવાનના નામમાં રત થઈએ તો અહંભાવ દર
થાય, અને સત્ય-પરમાત્મામાં લવલીન થવાય. ૨. ભગવાનના નામમાં રત થનાર ત્રણે ભુવનની સૂઝબૂઝ
પ્રાપ્ત કરે. નામમાં રત થનારો મુક્ત થઈને સદા સુખી
થાય. ૩. જેઓ સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી રાખે છે,
તેઓ સૌથી મોટા બગભાગી છે. ૪. જેને કેઈ વર્ણ નથી, કોઈ ચિહ્ન નથી, તથા જે ભ્રમ
રૂપી પણ નથી, એવા પરમાત્માને ગુરુ પાસેથી પામેલા
નામ વડે પામી શકાય. પ. નાનક સાચું કહે છે કે, સત્ય-પરમાત્માના રંગમાં જે
એક વાર રંગાયો, તેનો તે રંગ કદી ઊતરે નહિ. ૬. એ સત્ય-પરમાત્માને પામ્યા વિના કોઈ મુક્ત થઈ
શકતો નથી. નાનક કહે છે કે, એ કહાણી અકથ્ય છે.
નાનકની વાણી સંતની, ભક્તની, દાર્શનિકની, ક્રાંતિકારીની, સમાજ સુધારકની, ધર્મપ્રવર્તકની છે. અને વ્યક્તિનું અને સમષ્ટિનું હિત કરનારી છે.
નામ તેરા હે સાચા સોઈ મેં મનિ ભાણા;
દૂખ ગઈઆ સખુ આઈ સમાણા.” હે પરમાત્મા, તમારું નામ જ સાચું છે, મારા મનને તે ભાવે છે. તેના વડે મારું દુ:ખ દૂર થઈ ગયું. અને સુખ આવીને (મારામાં) સમાયું. - “ફૂટી આંડા ભરમકા મનહુ ભઇઓ પરગાસ;
કાટી બેડી પગહ તે ગુર કીનો બંધી ખલાસ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org