________________
ગુરુ નાનકની વાણી
૩૭૫
આતમ ચીન્યા વિના રે, ભ્રમણા ભાગ્યા વિના રે લખ-ચોરાશી નહીં મટે રે.'
જિતુ સેવિએ સુખ પાઈઐ, સો સાહિબુ સદા સમાલીએ. જિંતુ કીતા પાઈએ આપણા,
સા બલ બુરી કિઉ ઘાલીઐ. જે સ્વામીને સેવવાથી સુખ મળે છે, તે સ્વામીને સદા યાદ કરો.
આપણે કરેલાંનું ફળ આપણે જ ભોગવવાનું હોય, નો પછી બૂરાં કામ શા માટે કરવાં? બિલકુલ સાચો રાહ બતાવ્યો છે. સરળ અને સ્પષ્ટ વાણી. ‘વાવો તેવું લણો.’ કરો તેવું પામો.
દરસન ભેખ કરહુ જોગિંદા, મુંદ્રા ઝોલી કથા; બારહ અંતિર એકુ સરેવહુ, ખટ દરસન ઇંક પથા. ઈન વિધિ મનુ સમઝાઈએ પુરખા, બડ ચોટ ન ખાઈએ;
નાનક બોૌ ગુરુમુખિ બૂઝૈ જોગ-જુતિ ઈવ પાઈએ. માત્ર ભગવો વેશ ધારણ કરવો, કાનમાં મોટી કડી નંખાવવી, ભિક્ષા માગી ખાવા ઝોળી, અને કથા-ગોદડી રાખ્યાં એટલે ભગવાનનાં દર્શન કરવા નીકળી પડયા એમ ન માનવું. તે માટેનો સાચો માર્ગ જાણવો. અને તે પ્રમાણે આચરણ કરવું એ સાચો માર્ગ છે.
અંદર અને બહાર એક પરમાત્માનું ધ્યાન ધરવું, એટલામાં બારેય યોગપંથોનું રહસ્ય અને છએ દર્શનશાસ્ત્રોનો સાર આવી ગયો. (બાર પંથ અને છ શાસ્ત્ર સમજયા વગરનાને માટે મતમતાંતર અને વાદ-વિવાદનાં અને ઝગડા ઊભાં કરતારાં જ બની રહે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org