________________
એક ઝલક હું” અને “તું” એવો દૈતભાવ છે જ નહિ એવી અમને ગળા સુધીની ખાતરી થઈ ગઈ છે ગર્વ કરનારા અને ભેદભરમની વાતો કરનાર ડાહ્યા અમે નથી.
અબિગત અકલ અનૂપમ દેખ્યા, કહેતા કહ્યા ન જાઈ
સૈન કરે મન હી મન રહસો ગૂંગે જાન મિઠાઈ છે ગૂંગાએ મીઠાઈ ખાધી, ખૂબ ખાધી, ખૂબ સ્વાદ આવ્યો, ઘણા ચાળા-ઇશારા કરીને કહેવા ગયો, પણ સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે?
એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે શુક જોગી રે.. કંઈ એક જાણે વ્રજની ગોપી કહે નરસૈયો ભોગી રે..”
આવા કોઈ દીવાના અને પાગલો જ કંઈક જાણે છે અને ડાહ્યા ફાંફાં ખાંડે છે.
વાહ ભાઈ, “સગરી દુનિયા ભઈ સયાની, મેં હી એક બીરાના.” ભાગ-૨
“કહૈ કબીર મેં પૂરા પાયા”
આ ભાગમાં ૧૧ પદ લીધાં છે. દીવાના કબીરની હવે દશા છે પૂર્ણની. આવો આપણે પણ પૂર્ણત્વની આરાધના કરીએ.
કહે કબીર મેં પૂરા પાયા, સબ ઘટિ સાહબ દીઠા
કબીરે ગજબ કર્યો છે. મેં પૂરા પાયા એવું કહેવાની હિમત કોણ કરે? એ કબીર જેવા દીવાના જ કરે ! શતબદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિ લીલાલહેર કરે. ડાહ્યાએ ડહાપણ ડહોળ્યાં અને હવામાં બાચકા ભર્યા. તીરે ઊભા જુએ તમાશો તે કોડી નવ પામે જોને! હરિનો મારગ છે ગાંડાનો નહીં ડહાયણનું કામ જોને....
કબીર આવા દીવાના છે, ગાંડા છે અને કબીરને સમજવા, પામવા ગાંડા બનવું પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org