________________
૩૬૯
સત પલટૂદાસની વાણી
જલ પખાન કો છોડિકે, પૂજો આતમદેવ. પલટૂ દોઉ કર જોરિકે, ગુરુ સંતન કી સેવ.
પલટૂ કહે છે કે, બે હાથ જોડીને – પગે લાગીને – નમસ્કાર કરીને સાચા ગુરુ–સંતની જ સેવા કરવા માંડે. અને પથ્થરને સેવવાથી કશું નહિ વળે. આત્મસાક્ષાત્કાર કર્યો હોય તેવા ગુરુ-સંતનાં સેવા-સંગથી જ ભગવાન પ્રત્યે સાચાં પ્રેમ-ભક્તિ જાગે.
કોઈ નહીં હૈ ગૈર બાબા કેઈ નહીં હૈ ગૈર ...
હિંદુ-મુસલમાન સહેજ પણ જુદા નથી. આ સંતઓલિયાની વાત માનો. સ્વાર્થી અને કજિયાખોર જમાતની વાતોમાં ના ફસાવ. જુઓ પલટૂ શું કહે છે?
“પૂરબ મેં રામ હૈ પછિમ ખુદાય હૈ, ઉત્તર ઔર દકિખન કહો કૌન રહતા.
સાહિબ વહ કહાં હૈ, કહાં ફિર નહીં હૈ, હિન્દુ રા તુરક તોફાન કરતા.”
હિન્દુઓ કહે છે કે, રામ પૂર્વમાં જ છે. (અયોધ્યા પૂર્વમાં છે) મુસલમાનો કહે છે કે, ના ખુદા તો પશ્ચિમમાં (મકકા પશ્ચિમમાં છે) છે. હવે જો ભગવાન કે ખુદા માત્ર પૂર્વ અને પશ્ચિમમાં જ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં કોણ છે? એ બે દિશાઓ ભગવાને નથી બનાવી? હિંદુમુસ્લિમ બંને પાછા એમ તો કહે જ છે કે ભગવાન – ખુદા એક જ છે. સર્વત્ર વસેલો છે. તો પછી ભગવાન કયાં નથી? પૂર્વની અને પશ્ચિમની વાતો કરીને માત્ર તોફાન માંડ્યું છે.
પોતાનાં ટોળાં વધારવાની અને પોતાના રોટલા શેકી ખાવા માટેની ચાલબાજી સિવાય બીંજું કાંઈ નથી. એ૦ – ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org