________________
એક ઝલક વસંત જેવી વસંત – જવાની ચાલી જાય છે. સોના જેવી તક જાય છે. પછી શું? પછી તો તારા વતી નનામી પાછળ લોકો રામ બોલો ભાઈ રામ કરશે.
પલટુ શૈક ઉપર શેક આપે છે વીજળીના. હવે તો જાગો ....... હવે તો ચેતો ...... પલટુ બરસ ર માસ દિન, પહર ઘડી પલ છીન; જ્ય જ્યોં સૂખે તાલ છે, ત્યાં ત્યાં મીન મલીન.
પલટ્ર કહે છે, પ્રત્યેક વર્ષ, પ્રત્યેક માસ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક પ્રહર, પ્રત્યેક ઘડી, પ્રત્યેક પળ અને પ્રત્યેક ક્ષણ તળાવ સૂકાતું જાય છે. તારું આયુષ્ય ઘટતું જાય છે, મોત નજીક આવતું જાય છે. તળાવ સૂકાતું જાય તેમ તેમ માછલાંના દહાડા ભરાઈ જાય છે. મોત નજીક આવતું જાય તેમ તેમ ગભરામણ વધતી જાય છે. હે મૂર્ખ! શરીર સ્વસ્થ છે ત્યાં લગીમાં ભજનનો મર્મ જાણી લે – પરમાત્માને યાદ કરી લે. હજી તો ચેત –
તુઝે પરાઈ કયા પરી, અપની આપ નિબેર; અપની આપ નિબેર, છોડિ ગુડ બિસ કો પાવૈ; કૂવાં મેં તૂ પરે, ર કો રાહ બતાવૈ.
તું બીજાના કલ્યાણની ફિકર શા માટે કરે છે? પહેલાં તું તારું પતવ!
તારું પોતાનું સાંભળતો નથી; (અને બીજાનો ઉદ્ધાર કરવા નીકળી પડયો છે.) તને તારો રસ્તો જડતો નથી એટલે કૂવામાં પડયો છે, અને બીજોઓનો રાહબર થવા નીકળ્યો છે? તારે આ જન્મમાં તારું કલ્યાણ સાધવારૂપી ગોળ ખાઈ લેવાનો છે, તેને બદલે બીજાઓને રાહ બતાવવા નીકળ્યો છે. બીજાઓને ઉપદેશ આપવા જેવું ઝેર ખાવાનું કામ શા માટે કરે છે? – પૂજો આતમદેવને –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org