Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 383
________________ એક ઝલક અને એ દિલ નથી જે કોઈ અમૂલ્ય લાભ માટે પાગલદીવાનું ના થયું હોય. પલટૂ બડે બેવકૂફ વે, આસિક હોને જાહિ; સીસ ઉતારે હાથ સે, સહજ આશિકી નહિ. પ્રભુ-પ્રેમમાં મસ્ત બનવા – આશક બનવા – જેઓ નીકળી પડે છે (કફન માથે બાંધીને) એવા બેવકૂફ કેણ હશે? પોતાને હાથે જ માથુ ઉતારવા નીકળ્યા છે. તેવા આશિકી કાંઈ સહેલી કે સસ્તી વસ્તુ નથી. નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર?” નાવ તો મલી છે, પણ કેવટ નથી. કેમ કરીને નદીની પાર ઉતરાશે? રામને પણ કેવટે જ પાર ઉતાર્યા હતા. ભવસાગર પાર ઉતારવા માટે નાવ અને નાવિક બંનેની જરૂર છે. કેવટ એટલે સદ્ગુરુ. પલટૂ સતગુરુ સબ્દ કા તનિક ન કરે વિચાર; નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર. સદ્ગુરુના કાન ઉપર વિચાર કરો. ખોટી અકડાઈ છોડીને સદ્ગુરુનું શરણ લો. તેમના બનાવેલા માર્ગે ચાલવામાં જ ભલાઈ છે. નાવ મલી છે પણ હોંશિયાર નાવિક વિના આ નદી - ભવસાગર – પાર ના જવાય. કપાસનું દષ્ટાંત : કપાસમાંથી વસ્ત્ર બને ત્યાં સુધીની આખી પ્રક્રિયામાં કપાસને કેટકેટલી કઠણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરમાર્થને કારણે કપાસ આ બધું સહન કરે છે. બીજાને ખપમાં આવવું છે. એ માટે બધું આનંદથી સહન કરે છે. - સંતોને પણ પાર વગરનાં કષ્ટ વેઠવાં પડે છે. અરે, મરવું પણ પડે છે. મુલ્લા-મૌલવીઓ અને ધર્માચાર્યો, મઠપતિઓ જેમણે ધર્મનો કે લીધો છે, ધર્મનો ઈજારો લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402