________________
એક ઝલક “પાંચો સમય નમાજકા,
તો ઔર સમય કયા ચોરોંકા?” ત્રિકાળ સંધ્યાનો સમય હિંદુઓનો કે ભગવાનનો. પાંચ વખતની નમાજનો સમય મુસલમાનો કે ખુદાનો તો બાકીનો સમય કોનો?
આ બધું શું લઈ પડયા છો? અક્કલ કે બુદ્ધિ પાછળ લઠ્ઠ લઈને શું કામ પડ્યા છો? આ ધંધા બેવકૂફના છે. એમ સંતો-ઓલિયા અનેક રીતે સમજાવી રહ્યા છે.
“મોકો કહાં ઢંઢે બંદે મેં તો તેરે પાસ મેં ના મેં અંદર ના મેં મજીદ ના મેં કાબે કૈલાસ મેં ...”
કઈ સંતે કહ્યું છે કે હે બંધુ! તું મને ક્યાં શોધવા નીકળ્યો છે? હું ક્યાંય ખોવાઈ નથી ગયો. હું તો તારી પાસે જ છું. તારી જોડે જ છું. હું નથી મંદિરમાં કે નથી મજીદમાં, નથી હું કાબામાં – મક્કામાં કે નથી હું હિમાલય કલાસમાં.
“બંદે મેં તો તેરે પાસ મે” પાની મેં મીન પિયાસી... આતમજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કેઈ કાશી ...
આ હડિયાડોટો કશો અર્થ વગરની છે. કેઈ સંતનું શરણ લઈ લે અને ભગવાનનું સ્મરણ કરી લે. આત્મજ્ઞાન મેળવી લે, આ સિવાય બધું ખોટું છે. સંતો પોકારી પોકારીને આ જ કહે છે.
ઓ બેવકૂફો થોડી તો બુદ્ધિ દોડાવો“તુરક હૈ મુદ કો કબમેં ગાડને, હિન્દુ તૌ આગ કે બીચ જારે; પૂરવ વૈ ગયે હૈં વે પરધું કે, દોઉ બેકૂફ હવે ખાક ઠારે.”
તુર્કો-મુસલમાનો મડદાંને કબરમાં દાટે છે, હિન્દુ મડદાંને સ્મશાનમાં લઈ જઈ અગ્નિમાં બાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org