________________
ગુરુ નાનકની વાણી [સંપા. ગોપાળદાસ પટેલ કિં. ૧૦-૦૦ પાન ૧૫+૭૬=૧]
આ પુસ્તિકામાં નીચે મુજબનો સંગ્રહ છે: ભાગ : ૧ – પદ ૨૨ ભાગ : ૨– પદમાં ૧૧ સુભાષિત – સદુક્તિ – ચોટદાર
વિચાર-વાકયો – પર ગુરુ નાનક મહાન સંત છે. શીખ ધર્મના સ્થાપક છે. પંદરમી સદીમાં થઈ ગયા.
શીખધર્મે નિર્માલ્ય, મુડદાલ બની ગયેલી પ્રજામાંથી સમર્થ, સુગઠિત, મહેનતુ, વફાદાર અને મરજીવાઓની પ્રજા ઊભી કરી.
સિહ જેમ કદી પોતે એકલો છે અને સામે મોટું ટોળું છે, એવું જોવા થોભતો નથી. તેમ જાલીમોની સામે થનાર મદ પ્રજા તૈયાર કરી શીખધર્મે. આને અવતાર-કાર્ય જ કહેવાય. મુડદાલ પ્રજામાં પ્રાણનો સંચાર કરી નવચેતના જગવી. મૂર્તિપૂજા કરતાં વિશેષ નામનો મહિમા અને સદ્વિચાર અને સદાચારનો મહિમા પ્રસ્થાપિત કર્યો.
પુરાણોનો સંન્યાસમાર્ગ અને મૂર્તિપૂજાનો વૈષ્ણવી ક્રિયાયોગ આજે નિરર્થક બની ગયેલ છે. જેથી સંયમી પ્રસન્ન ગૃહસ્થજીવનનો મહિમા વધાર્યો.
ગુરુપરંપરામાં આગળ ઉપર વધતી જતી શિથિલતાના ઉપાય તરીકે ગ્રંથસાહેબને માનવાની એટલે કે વિચારને સમજવાની અને તે પ્રમાણે જીવન જીવવાની વાતને મહત્ત્વ આપ્યું.
३७२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org