________________
૧૪
એક ઝલક ઉંદરે પકડવા છાનીમાની બેસી રહે છે. બગલો માછલાં પકડવા સ્થિર થઈને ઊભો રહે છે. બિલાડીએ બગલાને ગુરુ કર્યો.
દરિયા બિલ્લી ગુરુ કિયા ઉજજવલ બગુ કે દેખ; જૈસે કો તૈસા મિલા ઐસા ભક્ત અરૂ ભેખ.
ઉપર અર્થછાયામાં આપણે જોયું કે બિલ્લી ચેલા ઔર બગલા-ગુરુની કેવી જોડી જામી છે, “લોભી ગુરુ ઔર લાલચી ચેલા દોનું નરકમે ઠેલઠેલા.”
“માયા માયા સબ કહે ચીન્હ નાહીં કોય; જન દરિયા નિજ નામ બિન સબ હી માયા હોય.”
માયા માયા સૌ કરે માયા શું એ કોઈ જાણતું નથી. (ધન, પદ, ઈર્ષા, લોભ, મોહ એ બધાં માયા છે.) દરિયા ભગત તો જાણે છે એટલું કે, રામનામ વિના બધું જ માયા છે.
સુરત સાહબ સે લાગી – હૈ કે સંત રામ – અનુરાગી, જા કી સુરત સાહબ સે લાગી. કોણ છે એવો રામ-અનુરાગી. સંત જેની સુરતા સાહેબમાં જ લાગી ગઈ છે. આદિ-મધ્યઅંત સઘળે અને સર્વત્ર એક રામનામમાં જ રમમાણ છે. સુરતા લાગી છે એટલે હરિસ્મરણમાંથી ક્યારેય અને કદીય જેનું મન બીજે જાય જ નહીં. “બ્રહ્મા લટકાં કરે બ્રહ્મ પાસે” પરબ્રહ્મના ચિતન સિવાય બીજું કાંઈ જ નહીં. રોમ રોમમાં એક જ બ્રહ્મનાદનું ગુંજન છે.
“મીરાં હો ગઈ મગન” “પ્રીતમ છબી નયન બસી, ર છબી કહાં સમાય” જન દરિયા એક રામભજન કર, ભરમ-વાસના ખોઈ; પારસ-પરસ ભયા લોહ કંચન, બહુર ન લોહા હોઈ.
દરિયો ભગત કહે છે, રામ-ભજનમાં ડૂબવાથી ભ્રમ અને વાસના દૂર થઈ ગયાં. (ધ્યાનમાં રાખો કે પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org