________________
એક ઝલક દરિયા સો સૂરા નહીં જિન દેહ કરી ચકચૂર; મન કે જીત ખડા રહે મેં બલિહારી સૂર.
દરિયા ભગત કહે છે કે, જે રણમેદાનમાં શરીરના ટુકડે ટુકડા થઈ જવા દે તેને હું ખરે શૂર નથી કહેતો. મનને જીતીને જે ખડે રહે તે ખરો શૂર. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ના ડગે અને અડગ રહે, હારે તો રડે નહિ કે જીતે તો હસે નહિ એ સાચા શૂરવીરને હું ઓવારી જાઉં છું.
જે મારે જોઈએ છે તેવા શૂરા અને પૂરાની હું તો શોધમાં છું.
જાત હમારી બ્રા હૈ માતા-પિતા હૈ રામ; ગિરહ હમારા સુન્ન મેં અનહદ મેં બિસરામ.
બ્રહ્મમાંથી આવ્યા છીએ એટલે બ્રહ્મ જ આપણી જાતિજ્ઞાતિ છે. બ્રહ્મમાંથી ઊપજ્યાં છીએ એટલે બ્રહ્મા જ આપણી માતા છે અને બ્રહ્મ જ આપણા પિતા છે.
શૂન્યમાં એટલે કે એક જ હોવા રૂપી નિરંજન-નિરાકાર સ્થિતિમાં જ આપણા કાયમી નિવાસ છે. એ અનહદ – અનંત સ્થિતિમાં જ વિશ્રામ એટલે ખરો આરામ છે. બાકી તો “લખ-ચોરાશીના ફેરા નહીં મટે રે” લખચોરાશીમાં ભટક્યા જ કરવાનું
દરિયા લચ્છન સાધ કા કયા ગિરહી કક્ષા ભેખ;
નિહકપટી નિસંક રહિ બાહર ભીતર એક સંતપુરુષ ગૃહસ્થી હોય કે સંન્યાસી ભેખધારી હોય તેનું મુખ્ય લક્ષણ તે કપટ-રહિત તથા શંકા-રહિત હોવાને લીધે બહારભીતર એક જ હોય.
હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય એવો, બેવડાં ધોરણ રાખનારો ના હોય. મન-વચન-કર્મથી એકરૂપ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org