________________
દ ભગતની વાણી
દાદૂને તેનો પ્રીતમ ન મળે તો હરગિજ સુખ ન મળે. પછી તેને જીવતા રહેવાનું શું પ્રયોજન? તેના જીવવાનો એક જ હેતુ છે પરમાત્માનું મિલન. તે ન સધાય તો જીવવું નિરર્થક છે.
જેણે મને વિયોગ-વિરહનો કારમો ઘા કર્યો છે તેની દવા પણ (મિલન કરાવીને) તે જ કરે, તો જ કારગત નીવડે. જેણે ઘા કર્યો છે તે જ મારા તે ઘાની અકસીર દવા કરે.
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે...” હું અપરાધી તું ક્ષમાવાન. પ્રભુ મોરે અવગુન ચિત્ત ન ધરે.' હીં પ્રસિદ્ધપાતકી, તૂ પાપ પુંજ હારી? આ બધા ભાવને ભરી દેતી દાદૂની વાણી – તિલતિલકા અપરાધી તેરા,
રતી રતીકા ચોર; પલપલકા મેં ગુનહી તેરા,
બકસી ઔગુન મોર. હે પ્રભુ જે કંઈ છે આ સંસારમાં તે બધું તારું જ છે છતાં તલ જેટલી નાની તુચ્છ વસ્તુને પણ મારી કહીને હું ભોગવતો આવ્યો છું. મેં તારો ઘોર અપરાધ કર્યો છે.
વળી રતીભાર જે કંઈ થોડું કે ઘણું મેં “મારું” કહીને કબજે રાખ્યું છે, તે પણ તારા અખૂટ ભંડારમાંથી મેં કરેલી ચોરી જ છે.
આવા ગુના જીવનમાં મેં પળે પળે કર્યા છે. જેટલો મોટો હું પાપી છું તેટલો કે તેથીયે મોટો તું ક્ષમાવાન છે. કરુણાનિધાન છે, મને માફ કર્યો છે.
જન અવગુન પ્રભુ માન ન કાઉં, દીનબંધુ અતિ મૂદુલ સુભાઉ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org