________________
૩૫
એક ઝલક
સબદ સરોવર સુભર ભર્યા, હરિજલ નિર્મલ નીર; દાદૂ પીવૈ પ્રતિ સે,
તિનકે અખિલ સરીર. પરમાત્માના નામરૂપી એ સરોવર હરિ-પરમાત્મારૂપી નિર્મળ જળથી છલોછલ ભરેલું છે. દાદૂ કહે છે કે કોઈ પ્રેમ
ભાવપૂર્વક તેનું પાન કરશે તે – પરમાત્મા સાથે એકરૂપ થઈ પૂર્ણતાને પામશે. અખિલાઈની અનુભૂતિ કરશે. “તિનકે અખિલ સરીર.”
“લાગી લગની એક શ્યામની એક રામની.” “લહે લાગીરે લહે લાગી રામ સીતાપતિ તારી લહે લાગી ....'
લ્યો લાગી તબ જાણિયે જે કબહૂ છૂટિ ન જાઈ; જીવત યોં લાગી રહે, મૂવા મંઝિ સમાઈ.
પરમાત્મામાં લહે લાગી કે લગન લાગી ત્યારે કહેવાય જ્યારે દુ:ખમાં કે સંકટમાં કયારે પણ તે છૂટે નહીં. ભકત જીવે ત્યાં લગી તો લગન કાયમ રહે છે અને રહે જ. પણ અવસાન પછી પણ એની લગન દુનિયાભરમાં વ્યાપી જાય. નાશ પામે નહીં. વાતાવરણમાં – વાયુમંડળમાં ભરપૂર ભરાઈ જાય. જે બીજા સાધકોને પરમાત્માને પામવામાં મદદરૂપ બની જાય.
ચાતકની પ્યાસનું દષ્ટાંત સ્વાતિ નક્ષત્રમાં વરસતા વરસાદનાં જળબિંદુ અધ્ધર જ પીનારું ચાતક (માદા) પંખી જેમ પછી આખું વરસ “હે પિયુ – હે પિયુ” તરસ લાગી છે, તરસ લાગી છે એમ રટયા કરે છે. તેમ દાદૂનું મન તથા ચિત્ત હે પ્રભુ, તમારા દર્શન માટેની મારી તરસ – આશા પૂરી કરો, પૂરી કરો એમ રટણ કર્યા જ કરે છે.
ના વહુ મિલૈ ન મેં સુખી, કહું કર્યું જીવન હોઈ; જિન મુઝકો ઘાયલ કિયા મેરી દારૂ સોઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org