________________
૩૫૪
એક ઝલક કોઈ તેમને જન્મ મુસલમાન હતા તેમ કહે છે. જે હોય તે સંતો-ઓલિયાઓને નાત-જાત કે ધર્મના વાડાનાં બંધન હોતાં નથી. બધા સંતો પ્રભુ પ્રત્યે દોરી જતા પંથ – રસ્તા કે માર્ગના અલગારી યાત્રીઓ જ હોય છે.
૨જનીશજી ભાવવિભોર થઈને બોલી ઊઠે છે, “દાદૂની વાણી ઉપનિષદથી પણ કયાંક આગળ પહોંચી જાય છે. વેદવચનોને પણ ટાંપી જાય છે.”
ગૈબ માંહિ ગુરુદેવ મિલ્યા, પાયા હમ પરસાદ, મસ્તક મેરે કર ધર્યા, દેખા અગમ અગાધ.
ગુરુ મિલે તો પાઈએ ભક્તિ-મુક્તિ ભંડાર, દાદૂ સહેજે દેખિયે સાહિબ કા દીદાર.
રસ્તે ચાલતાં અનાયાસે સદ્ગુરુનો ભેટો થયો; તેમણે મારા ઉપર કૃપાનો વરસાદ વરસાવી દીધો; “પાયા હમ પરસાદ.
તેમણે મારા મસ્તક ઉપર હાથ મૂકતાં જ મને અગમ્ય – અગાધ પરમાત્માનાં દર્શન થયાં.
સતગુરુ યૂ સહજૈ મિલા લિયા કંઠિ લગાઈ, દયા ભઈ દયાલ કી, તબ દીપક દિયા જગાઈ.
દાદૂને સદ્ગુરુ સહેજે મલી ગયા અને દાદૂને કંઠે લગાવી દીધો. તે દયાળુએ દયા લાવીને તેના – અંતરમાં જ્ઞાનનો ઝળહળતો દીવો પ્રગટાવ્યો.
બસ પછી તો બધે જ અજવાળું અજવાળું થઈ ગયું. પછી શું?
સદ્ગુરુ, મલ્યા તો મલી ગયા. ભક્તિ-મુક્તિનો ભંડાર, ખજાનો મલી ગયો. અને પછી તો સહેજમાં જ સાહેબનાં એટલે પરમાત્માના દર્શન થયાં – સાક્ષાત્કાર થયો.
પાયા હમ પરસાદ’ કૃપા મલી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org