________________
એક ઝલક
૩૫
કહી શકે! કહે, “મનસૂર મસ્તાના
મસ્ત વ્યક્તિઓ જ અનલહક તૂ કહાતા જા.
>>
બ્રહ્મજ્ઞાનીની વાત હવે કરે છે.
“દેવલ પૂજે કિ દેવતા, કિ પૂજે પહાડ;
પૂજન કા જાતા ભલા, જો પીસ ખાય સંસાર.” મંદિરને પૂજો કે અંદર સ્થાપેલા દેવને પૂજો. અરે પથ્થરની નાની સરખી મૂર્તિને શા માટે પૂજો? હિમાલય જેવા પહાડને જ પૂજો ને! આ બધું નકામું છે. તેના કરતાં પથ્થરની કાંટીને પૂજે તે વધારે સારું નહિ ? કારણ કે, આખી દુનિયા ાંટી વડે અનાજ દળીને – પીસીને રોટલા પામે છે.
-
પથ્થરના પૂજનારા પોતે પણ પથ્થર બની જાય છે. સંગદિલ - પથ્થરના જેવા – પથરા જેવા. તેથી તો મૂર્તિપૂજક હિન્દુ મુસલમાનને કે અન્ય ધર્મીને મારી શકે છે અને મુસલમાન કાબાના પથ્થરને પૂજનારા કે પથ્થરની મસ્જીદોના પૂજકો હિન્દુને કે અન્ય ધર્મીને કે ખ્રિસ્તીઓ ઈસુના મૂર્તિપૂજક કે ક્રોસના પૂજકો અન્યધર્મીને મારી શકે છે.
કહે છે કે, ધાર્મિક કહેવાતા લોકોએ જેટલાં યુદ્ધ કર્યાં છે કે જેટલા સંહાર કર્યાં છે. તેવું કશું નાસ્તિકોએ નથી
કર્યું.
છેલ્લે એક સનાતન સત્ય કહે છે, મલૂકદાસ પ્રભુતાઈ કા સબ મરું, પ્રભુ કો મરે ન કોઈ, જો કોઈ પ્રભુ કે મરું, તો પ્રભુતાદાસી હોઈ. બધા લોકો ચાહે છે કે પ્રભુતા મળે – સત્તા મળે, પદ મળે, એટલા માટે મરવા અને મારવા તૈયાર છે. પ્રભુતા બધાને જોઈએ છે. પણ પ્રભુ પોતે કોઈને જોઈતા નથી.
પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે જે કોઈ પ્રભુને માટે મરવા તૈયાર છે. પ્રભુતા તેની દાસી બની રહે છે. કહ્યું છે ને કે, ‘મુક્તિ છે એમની દાસી રે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org