________________
૨૫૦
એક ઝલક કહે મલૂક દિવાના – ના વહ રીઝે જપ તપ કીન્હ,
ના આતમ કો જારે; ના વહ રીઝે ધોતી ટાંગે,
ના કાયા કે પખારે. માત્ર જપ, તપથી પરમેશ્વર રીઝતો નથી. આત્માને અથવા શરીરને બાળવાથી, તપાવવાથી કે અનેક પ્રકારનાં કષ્ટ વેઠવાથી પણ તે રીઝતો નથી. અભડાઈ જવાશે અને સ્પર્શાસ્પર્શના નિયમો પાળવાથી ધોતી સંકોરીને કે લુગડાં સંકોરીને ચાલવાથી કે પછી ઘડીએ ઘડીએ સ્નાન કર્યા કરવાથી પણ તે પરમાત્મા રીઝવાનો નથી. આ બધી બાહ્યાચાર કે બાહ્યાડંબરનો કોઈ અર્થ નથી.
બાબા મલૂકદાસ તો અવધૂત છે. અવધૂતી મસ્તીમાં મસ્ત રહેનાર ને કોઈ બંધનોમાં કે નિયમોમાં જકડાઈ જવાનું નથી. રામ રામ કે નામ કે,
જહાં નહી લવલેસ, પાની તહાં ન પીજીએ,
પરિહરિયે સો દેસ. રામનામના ણાનુવાદ ન હોય, જ્યાં નામસ્મરણ થતું નથી. ભગવાનનું વિસ્મરણ છે. તેવી જગાએ ક્ષણ પણ ના રોકાવું. એવી જગાનું પાણી પણ ન પીવાય. તેવી જગાએ પાણી પીવું પણ પાપ છે. તેવી જગાને, તેવા દેશને ત્યજી દઈએ એમાં જ કલ્યાણ છે.
મણૂક કરે છે કમાલ – કેવી વાણીમાં, માલા જપ ન કર જપો જિલ્યા કહો ન રામ, સુમિરન મેરા હરિ કરે સૈ પાયા બિસરામ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org