________________
સંત કબીરની વાણું
૩૪૭ આખી ભાષા વાપરે છે, કબીર પણ સીધી અને સચોટ વાત કરે છે. સાચાને સાચો અને જૂઠાને જૂઠો કહેવાની બંનેમાં હિમત છે – તાકાત છે.
ચેતતા રહેજો, – પંડિતોથી
પંડિત વાદ વદને ઝૂઠા; રામ કહે દુનિયા ગતિ પાવે,
ખાંડ કહ્યા મુખ મીઠા.” માત્ર પોપટિયું રટણ કર્યું કાંઈ વળે નહીં. આમ જ વૈકુંઠ જવાતું હોય તો આ પૃથ્વીલોકમાં વસતી રહે જ નહીં. બધાને માસ પ્રમોશન મળી જાય. કોઈ નાપાસ જ નહીં.
રામ રામ જાપ કર્યાથી જ બધાની ગતિ થઈ જાય કે ભગવાન મળી જતા હોય તો પછી જોઈએ શું? સબ પત્તે રોટીયાં થઈ જાય ઔર સારા તાલાબ ઘી સે ભર જાય તો બસ – ઝબોળી ઝબોળીને ખાવાનું. “ખાંડ ખાંડનું ભજન કરવાથી કાંઈ મોટું ગળ્યું થવાનું છે?
ક્યાં કોઈ પંડિત થયો છે? પોથાં અને થોથાં ફડકે અને ટીપણાં ફાડયે કઈ પંડિત કે જોશી થયો છે?
પોથી પઢ પઢ જગ મૂવો અને પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.” રજનીશજી બીરદાવે છે કબીરને,
“સંત તો હજારો થઈ ગયા, પરંતુ કબીર જેવી ગગનમંડળમાં પૂનમને ચન્દ્ર જેવો વિરાજતો અનુપમ, અદ્વિતીય એવો કોઈ નહીં કબીરને તો ચુકી ભરતાં ભરતાં શરાબની પેઠે પીવાની હોય અને પછી ડૂબી જવાનું, પોતાની જાતને ભૂલી જવાનું, અર્થાત્ મદમસ્ત બની રહેવાનું.
કબીર તો અમૃત છે. એક ઘૂંટડો પણ પી જુઓ તો તમારી અંદર પણ આગ ભભૂકી ઊઠે. કબીરે પોતે કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org