Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 362
________________ સંત કબીરની વાણું ૩૪૫ કહે કબીર મેં પૂરા પાયા - પૂર્ણનું દર્શન - પૂરું દર્શન. આંધળાઓને હાથીના દર્શન જેવું અધૂરું દર્શન કરીને ગાજી ગાજીને સૂપડા જેવો અને ભીંત જેવો અને થાંભલા જેવો એવાં એવાં સમર્થના કરી કરીને ગળા ફાડવાનું કામ કરનારા આમાં કાંઈ ન સમજે. કબીર! એ સંસારકે, સમજાવું કઈ વાર, પૂંછ જ પકડે ભેંસકા, ઉતરા ચાહે પાર. ભેંસનાં પૂંછડાં પકડીને સામે પાર ના જવાય એ તો ડૂબી જ જવાય. વૈતરણી પાર ઉતરવા તો ગાયનાં પૂંછડાં પકડવા પડે. અલા એકે નૂર ઉપાય તાકી કૈસી નિન્દા; તા નૂરે યે સબ જગ કીયા, કન ભલા કૌન મંદા. અલ્લા હો અકબર' ઈશ્વર એક જ છે. એકો અહમ્.... એક નૂરમાંથી – તેજમાંથી બધી સૃષ્ટિ રચાણી છે. કૌન અપના, કૌન પરાયા. મનુષ્યત્ત્વમ્ પહેલું અને છેલ્લું સઘળે મનુષ્યમૂ. જેથી નિદા એટલે પરમાત્માની જ નિંદા. સબ ઘટિ સાહબ દીઠા બસ બધે તારાં જ દર્શન. સમદર્શી હૈ નામ તિહારો.... કહે કબીર મેં પૂરા પાયા”. ઘટ ઘટમાં વસનાર, અણુ અણુમાં રહેલો સર્વવ્યાપી પરમાત્મા. એને પામવાનું રહસ્ય કબીર બતાવે છે. માસ્ટર કી – બધાં તાળાં ખુલી જાય એવી એક જાદુઈ ચાવી કબીર પાસે છે. સંતો પાસે છે. બસ એ ચાવી મેળવી લો. જડી કૂચીને ઉઘડયું તાળું, થયું ભોમંડળમાં અજવાળું | દિલમાં દીવો કરો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402