Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 360
________________ સંતોની વાણીનું સરોવર સંત કબીરની વાણી [સંપાઃ ગોપાળદાસ પટેલ, કિં. રૂ. ૬૦-૦૦, પાન ૨૩+૧૨૮=૧૩૧.] ભાગ-૧ “કહે કબીર દીવાના” આ ભાગ-૧ માં ૯ પદ લીધાં છે. કબીર પોતે જ એકરાર કરે છે. ભાઈ અમે તો દીવાના છીએ, પાગલ છીએ. દીવાનાને જે દેખાય છે તે કહેવાતા શાણાઓને કદી દેખાય છે? નરસૈયો કહે છે કે, “એવા રે અમે એવા, વળી તમે કહો છો તેવા.” કોઈ શું કહે અમને પાગલ અમે મોભારે ચઢીને કહીએ છીએ કે ભાઈ અમે પાગલ છીએ, પૂરા પાગલ. દીવાનકી મસ્તી કોઈ અજબ-ગજબકી હોતી હૈ. પરમ સત્ય બીજો કોણ કહે? પછી તો માયા મોહે અર્થ દેખિ કરિ, કાહે કૂ ગરવાના છે નિર્ભય ભયા કછુ નહીં વ્યા, કહે કબીર દીવાના છે કહે કૂ ગરવાના, તમારી પાસે ગર્વ કરવા જેવું શું છે? ગર્વથી ફૂલાતા ફરો છો એ કંઈ શાણા માણસની રીત નથી. નિર્ભય ભાયા કછુ નહીં વ્યાપે, કઈ નિર્ભય બને? જેનું બળ એક પરમાત્મા છે તે જ નિર્ભય થાય છે. મોહ માયા વ્યાપે નહીં જેને એના જન્મ-મરણના ફેરા ટળી જાય. એકત્વમ્ અનુપશ્યત: ભાઈ અમે તો એકત્વના ઉપાસક છીએ. એકે પવન, એક હી પાની, એક જ્યોતિ સંસારા ! • • • • એક હી સિરજનહારા , ૩૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402