________________
૩૪૧
શ્રી ગોપાળદાસ પટેલની વિવિધ સાહિત્યસેવા
જેમણે મારાં તન અને મન નવેસર ઘડી આપીને મને જીવન-દાન બન્યું.”
હવે આપણે કેટલાક અનુવાદ કરેલ તેત્રો અને કેટલાક ભક્તોની વાણીના ઉદાહરણ જોઈશું : ૧. એક કાર સાચું છે, નામ જેમનું જે આ સૃષ્ટિના કર્તા-પુરુષ છે,
(જેમના સિવાય બીજું કોઈ ન હોવાથી) જે નિર્ભય છે, નિર્વેર છે, (કાલાતીત ઈ) અકાલ જેમનું સ્વરૂપ છે, (બીજા કશામાંથી જેમની ઉત્પત્તિ થઈ ન હોવાથી) જે અયોનિ છે, તથા જે સ્વપ્રકાશ છે –
ગુરુની કૃપાથી એમના નામનો જાપ કરે
એ પરમાત્મા આદિથી સત્ય છે, યુગના પ્રારંભે પણ સત્ય હતા, અત્યારે પણ સત્ય છે, અને તે નાનક, ભવિષ્યમાં પણ સત્ય રહેવાના છે.
જપજી' – આદિમંત્ર ૨. ભ્રમનું કેટલું ફૂટી ગયું, અને મનમાં પ્રકાશ થયો. ગુરુએ પગમાંથી બેડી કાપી નાખી અને મને – બંદીને મુક્ત કર્યો.
[રાગ મારૂ મહિલા ૩. સદૂગર પાસે બીજો જન્મ લીધે એટલે સંસારમાં આવવા-જવાનું
ટળી ગયું. ગુરુ પાસેથી પામેલા નામના જ૫ વડે આશાઓ અને ઇચ્છાઓ જળી ગઈ, ગુરુનું શરણ લેવાથી કદી ન ઓલવાતી જયોત હૃદયમાં પ્રગટી,– અને તારણહાર પરમાત્માએ તારી લીધા.
[સિધગોષ્ટિ-૨} ૪. હવે મને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું! બ્રહ્મજ્ઞાન!
સહજ સમાધિમાં જાતે સુખરૂપ બનીને સ્થિર થયો તથા અનંત દુ:ખે ઊભાં કરનાર કરોડ કલ્પનાઓ કાયમ ઘેરી વળી હતી, તે બધી વિશ્રામ પામી ગઈ – હિંમેશને માટે દૂર થઈ! કૃપાળુ ગુરુએ કૃપા કરી, એટલે મારું હૃદય કમળ ખીલી ઊઠયું, ભ્રમ ભાંગી ગયો. દશે દિશાએ ખુલી થઈ ગઈ અને અંતરમાં પરમ જ્યોતિરૂપ પરમાત્મા પ્રગટ થયા.
(સંત કબીર ] ૫. દાદુને તેના પ્રીતમ ન મળે તો તે હરગિજ સુખ ન પામે, પછી તેને
જીવતા રહેવાનું જ શું પ્રયોજન?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org