________________
આત્મા નેપાળદાસ પટેલ
૨૫ - અહીં તેમના આધ્યાત્મ વ્યકિતત્વની બાબત પ્રસ્તુત હોઈ મારા અધ્યાત્મ લક્ષી કે ધર્મ - તત્ત્વજ્ઞાન વિષયક સર્જન અને તેની અસરને જોવાનો પ્રયત્ન કરીશું
શ્રી. ગોપાળદાસ પટેલના સ્વભાવમાં આત્મલક્ષી તત્વ પ્રાધાન્ય વૈષ્ણવ સંસ્કારને કારણે નાની વયથી જ પ્રાપ્ત થયેલું કે તેનું પ્રાધાન્ય હોવાથી તેમણે મુખ્યત્વે ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષેના સાહિત્ય વાચન-લેખનમાં મહદુઅંશે રસ લીધેલું દેખાય છે. તેમના જીવન પર હિન્દુધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, જૈનધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર, શીખગુરુઓની વાણી તથા સંતની વાણીની વિચાર, ચિંતન અને લેખનકાર્ય – સાહિત્ય સર્જનમાં અસર પડી છે. તેમનાં લખાણ ભિન્ન ભિન્ન વિષયનાં રહ્યાં હોવા છતાં આત્મિક સ્વરૂપમાં ભિન્નતા પેદા થઈ નથી. તેમની આધ્યાત્મિકતાનું પિષણ તેવા ગ્રંથના સહવાસમાંથી જ નિરૂપાયેલું દેખાય છે. જેણે તેમની આધ્યાત્મ વૃત્તિને ઉજાગર કરીને તેને પરિભાજિત કરવામાં ભાગ ભજવ્યો છે તેમ કહી શકાય. તેમને અક્ષરદેહ મહદ્અંશે અનુવાદિત સાહિત્યરૂપે થયેલો દેખાય છે. શ્રીમદ્ રાજચંદ્રની સાધના ભારે વેધક હતી અને લખાણ પણ ઘણાં અસરકારક છે. ગોપાળદાસ પટેલના યુવા માનસપટ પર તે સાહિત્યનો પરિચય થતાં જનહિતાર્થે તેમાંથી બે મહત્વનાં પુસ્તકે સંપાદિત કરીને આપે છે. (૧) શ્રમદુની જીવનયાત્રા (૧૯૩૫) (૨) શ્રી રાજચંદ્રના વિચાર રત્ન (૧૯૩૬), જૈનધર્મ સંબંધી (૩) મહાવીર સ્વામીને આચાર ધર્મ (શ્રી આચારાંગ સૂકા - ૧૯૩૬) (૪) મહાવીર સ્વામીને સંયમ ધર્મ (શ્રી સુત્ર કૃતાંગ - ૧૯૩૭), (૫) સમીસાંજને ઉપદેશ (શ્રી દશ વૈકાલિક સૂત્ર– ૧૯૩૯), (૬) મહાવીર કથા (૧૯૪૧), (૭) શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ન (૧૯૩૮), (૮) મહાવીરના ૧૦ ઉપાસકો, ૯) ભગવાન મહાવીરની ધર્મકથાઓ, (૧૦) મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ, હિંદુધર્મમાં ધોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત – ૧૯૩૨), (૧૧) શ્રીમદ્ ભાગવત (૧૯૩૯), (૧૨) પ્રાચીન શીલ કથાઓ(૧૩) નીતિ અને ધર્મ, શીખધર્મ સંબંધી ગુરુ ગ્રંથસાહેબની વાણીના આધારે, (૧૪) ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદો (૧૯૮૫), (૧૫) પંજગ્રંથી (શીખ ગુરુને પાંચ ભક્તિ-પદો - ૧૯૮૫), (૧૬) જપમાળા (ગુરુ નાનકની વાણીમાંથી – ૧૯૯૩) વગેરે સાહિત્યનું સર્જન કર્યું છે.
આમ ગોપાળદાસ પટેલના વિચાર, ચિતન આધ્યાત્મ વિષયરૂપ એવું જૈન, હિન્દુ અને શીખધર્મનું તત્ત્વજ્ઞાન જ સંક્રમે છે. કૌટુંબિક રીતે મળેલા વૈષ્ણવ તત્વજ્ઞાનના સંસ્કાર ક્રમે ક્રમે શ્રી રાજચંદ્ર વિષયક, મહાવીર સ્વામીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org