________________
એક એલફ
Re
જેણે તેમના ગૃહસ્થજીવનમાં અપનાવીને પોતાના સમગ્ર ચિંતન દ્વારા લેખનકાર્યોમાં ઉપયોગ કર્યો છે તેમ દેખાય છે. તેમની ચિત્તવૃત્તિ પરંપરાગત હિન્દુધર્મ (કર્મકાંડી રૂપ)માં ન રહેતાં એક આત્માર્થી – મુમુક્ષુ સાધક જેવી વિકસે છે. મરણેાત્તર નોંધમાં તે નોંધે છે કે, “હિંદુધર્મ નાં શ્રાદ્ધ-સરવણીઅસ્થિ-વિસર્જન વગેરે કરવાં નહિ, પાછળ ગીતા-પાઠ કે ભજન-કીર્તન પણ કરાવવાં નહિ. કારણ કે મેં જે કંઈ પૂજા-પાઠ કર્યા હશે તે જ મને કામમાં આવવાનાં છે, બીજા પૈસા લઈને ભાડૂતી પાઠ-પૂજા કરે તે મને કાં કામમાં આવવાનાં નથી."
-
*
શ્રી. ગેાપાળદાસ પટેલ શ્રી. મગનભાઈ દેસાઈ દ્વારા સ્વામી ગુરુ હજુરાનંદજીના સંપર્કમાં આવ્યા પછી શીખગુરુની “શ્રી ગ્રંથસાહેબને વાણી પરત્વેનું તેમનું આકર્ષણ વધે છે. ઘરમાં ગ્રંથસાહેબને પધરાવે છે, એ વાણીનું પઠન-સ્મરણ નિયમિત રીતે વૈયક્તિક રીતે કરે છે. પરંતુ તેનું રહસ્ય - ચમત્કાર પેાતાને સમજાતાં અન્યને આપવાની ઇચ્છામાંથી ત્રણ ગ્ર ંથો — (૧) ગુરુ નાનકનાં ત્રણ ભક્તિપદો (૨) પંજગ્રંથી અને (૩) જપમાળા જેવા ગ્રંથેાનું માતૃભાષામાં સંપાદન કાર્ય કર્યું છે. શ્રી. મગનભાઈ દેસાઈ તેમના ગુરુભાઈ હતા. તેમણે “ સુખમની” (૧૯૩૬) અને “ જપુજી ” (૧૯૩૮)માં ગ્રંથસાહેબની વાણીમાંથી ગુજરાતી કરીને સંપાદિત કરી આપ્યાં હતાં. શ્રી. ગાપાળદાસે તે જ પદ્ધતિ અપનાવીને પ્રથમ “ગુરુ નાનકનાં ત્રણ ભક્તિપદા ” જેમાં ‘ જપુજી’, · આસા-દી-વાર ' અને ‘ સિધ-ગેસટિ ’ પુસ્તકોનું સંપાદન આપ્યું છે, અને બીજું પુસ્તક આ ત્રણ ગુરુવાણી સાથે બીજી બે વાણી ‘સુખમની ’ અને ‘આનંદુ ' ઉમેરીને ‘પંજગ્રંથી ’ આપ્યું. આ પંચ ગુરુવાણીમાં ૧. ‘ જપુજી ’, ૨. ‘ આસા-દી-વાર ', ૩. · સિધ-ગેાસટિ ’, પહેલા ગુરુ નાનકદેવજીની વાણી છે. ૪. 'આનંદુ' એ ત્રીજા ગુરુ અમરદાસજીની વાણી છે, અને ૫. ‘સુખમની ’ એ પાંચમા ગુરુ અર્જુનદેવની વાણી છે. પરમાત્મામાં લવલીન એવા સંતાની આ ‘સાચી ’ વાણી છે. જેનેા સ્પર્શ થતાં અંતરના મેલ ધાવાઈ જાય છે – આત્માનું અજ્ઞાનપણું — ભ્રમ – કોટલું ફૂટી જાય છે. આ શીખ ગુરુવાણી વિષે શ્રી. ગેાપાળદાસ પટેલ નેોંધે છે કે, “ એવી વેદમય વાણીનું સંપૂર્ણ રહસ્ય તા પૂર્ણ થયેલા જ પૂરેપૂરું પામે, છાંય મારાં ગુજરાતી બંધુઓ અને બહેને એ તેજસ્વી વાણીથી જેટલી જલદી પરિચિત થાય તેટલું સારું, એવી કાંઈક અધીરાઈને જ મારા જેવાને આ પ્રવૃત્તિ ઉપાડવામાં નિમિત્તા બનેલી ગણવી જોઈએ. આ ગ્રંથ ઝટ છપાઈ તૈયાર થઈ જાય તેવી તેમની આસ્થા હતી, જેને પેાતાના મૃત્યુ બાદ
.
.
99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org