________________
૩૨૧
એક ઝલક જીવન અને ઉપદેશ વિષયક, યોગશાસ્ત્ર વિષયક અને શીખ ધર્મની ગુરુગ્રંથસાહેબની ગુરુ ભક્તિથી ઓતપ્રોત થયેલી રચનાઓ સુધીનું સર્જન તેમનામાં થયેલા એક ભારે મોટા સંક્રમણને દર્શાવે છે. આ બધા ગ્રંથે મૂળે સામાન્ય વાચકને માટે અઘરા, ઊંડા તત્વજ્ઞાનભર્યા છે. જેને સમજીને સરળતાથી ઉતારનાર સંપાદક ભાગ્યે જ તેના સંસ્પર્શથી પિતાને બાકાત રાખી શકે!
શ્રી. ગોપાળદાસ પટેલે જે વાંચ્યું, વિચાર્યું. મનન કર્યું અને જેનાથી પિતે પ્રભાવિત થયા, જેને પોતાના જીવનમાં આત્મસાત કરવાની મથામણ કરી તેને લોકભોગ્ય રીતે શબ્દરૂપ આપ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રને જીવનોગ સડસડાટ આધ્યાત્મની પ્રાપ્તિ કરનારો હતો. તેમનું મૂળ લક્ષ્ય આત્મચિંતન અને આત્મદર્શન હોવાથી તેમનાં લખાણમાં આધ્યાત્મ માર્ગને જ બોધ જોવા મળે છે. તેમનું “આત્મસિદ્ધિશાસ્ત્ર, મેલમાળા, ગૃહસ્થધર્મ અંગેની રજૂઆત, શ્રી દેવકરણ મુનિને યોગવાશિષ્ટ ગ્રંથનું સૂચન અને જૈન મુનિને આપેલો બેધ વગેરે એક ગૃહસ્થને આત્મસ્વરૂપને નિશ્ચય કરવામાં, આંતર પિપાસાને તૃપ્ત કરવા અને તે માર્ગે ચાલવામાં માર્ગદર્શક રૂપ છે. જૈન મુનિ લલ્લુજીને એક પત્રમાં શ્રીમદ્દ લખે છે, “શરીર કૃશ કરી, માંહેનું તત્તવ
ધી, કલેવરને ફેંકી ચાલ્યા જાએ. વિષય કષાયરૂપી રને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, કૂકી મૂકી શાંત થાઓ, છૂટી જાએ, અમાઈ જાઓ - વહેલા વહેલા તાકીદ કરે. આંતર વૈરાગ્ય માટેની સજજતા અને કેવો પ્રબળ પુરુષાર્થ જરૂરી છે તેની તેમણે તાકીદ કરી છે. શ્રી. ગોપાળદાસ આ બાબત યથાતથા ધે છે. પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થધર્મની યાત્રાને સારુ શ્રીમદૂનાં લખાણોમાંથી આંતર અમૃત પામવાનો અને સાધનાનું માર્ગદર્શન મેળવવામાં તેમણે ઉપયોગ કર્યો તેમ બને.
જૈન ધર્મગ્રંથે દ્વારા વૈયક્તિક જીવનને એક સાધકે સાધના માટે કેમ તૈયાર કરવું તેનું વિવિધ “ઉપદેશ" માર્ગદર્શન આપનારા છે. જે પોતાના સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલવા માટે આ ધર્મગ્રંથીને સહારો એક આત્માને ભારે આંતર પ્રેરણારૂપ છે. આમ જૈન ધર્મ ગ્રંથ દ્વારા મહાવીર સ્વામીનું તમમય, સંયમી જીવન. પ્રકાંડ પુરુષાર્થ, અને દઢ મનોબળની પ્રતીતિ થાય છે. આમ તેમનું ધર્મો અને તત્વજ્ઞાનનું ખેડાણ પોતાની આત્મજિજ્ઞાસાને સંતોષવા, મનને ઘાટ આપવા, તેનાં ગૂઢ તવોને પામવાના અમેઘ પુરુષાર્થનું જ નિતાંત દર્શન જ કહી શકાય.
શ્રી. ગોપાળદાસ પટેલ હિન્દુધર્મનાં યોગ, ગીતા, ઉપનિષદના અભ્યાસી હતા. જેની તેમના ચિંતન, મનન અને લેખનકાર્ય પર અસર થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org