________________
૩૨૭
આત્માર્થી નેપાળદાસ પટેલ કૌટુંબિક રીતે વૈષ્ણવ સંપ્રદાયનું સાહચર્ય પાછળથી ચૂક્યું છે. “મારી પાછળ પુષ્ટિમાર્ગને લગતું કાંઈ જ ન કરવું. તે માર્ગને ગીતા-ઉપનિષદનો વિરોધ માની, મેં તેને ત્યાગ કર્યો છે.”
તેમણે હેમચંદ્રાચાર્યના “યોગશાસ” અને વશિષ્ઠ ઋષિના “યોગવસિષ્ઠ” ગુજરાતીમાં આપ્યાં છે. તેઓ નેધે છે કે, “યોગશાસ્ત્ર' ગ્રંથની ખરી ઉપાદેયતા તો એ વસ્તુમાં રહેલી છે કે, એ ગ્રંથ હેમાચાર્યે પિતાના જમાનાના એક પ્રભાવશાળી ગુજરાતી ગૃહસ્થ માટે તેમ જ તેને જ નજર સામે રાખીને વખ્યો છે. આજના ગમે તેટલી વધુ પ્રવૃત્તિવાળા જમાનાને ગૃહસ્થ પણ મહાસામ્રાજ્યના અધિપતિ કુમારપાળ જે વ્યવસાયી તે નહિ જ હોય. એટલે “યોગશાસ્ત્ર' ગ્રંથ આજે પણ ગૃહસ્થવર્ગને યોગગ્રંથ છે એમ કહેવું જોઈએ. એ ખ્યાલથી અને એ ઉદ્દેશ્યથી જ તેને આ અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથની શરૂઆતમાં શ્રી. મગનભાઈએ “સમાજને વ્યાપક યોગ’ નધિને અંતે નેધે છે, “એક સમર્થ ગુજરાતી યોગીનું આ પુસ્તક તેમની જ આજની ભાષામાં અને સંક્ષેપમાં તથા સળંગ પ્રવાહબદ્ધતાથી આપવા માટે, ખરેખર આપણે ભાઈ ગોપાળદાસનો ઉપકાર માનવ ઘટે છે. આખા ગ્રંથનો સાર પ્રથમ ૧૪૪ પાનમાં આવી જાય છે. ગ્રંથના મુખ્ય પ્રવાહમાં ખટકતા ને બિનજરૂરી ભાગોને ટિપ્પણમાં કાઢી લેવાનું તેમનું ડહાપણ પ્રશસ્ય છે, એમની ભાષા પૂરતું તો કહી શકાય કે, “આ ગૂઢ યોગે પનિષદ” પોતાની ગૂઢતા જે છે. બાકીની ગૂઢતા તે ચારિત્ર્યની સાધનાથી જ ટળે. કેમ કે અંતે યોગ સાધનાગમ્ય જ છે, અનુભવે પિતાનું રૂપ પ્રગટ કરે છે.
શ્રી. ગોપાળદાસ પટેલે હિન્દુધર્મના સંદર્ભમાં વશિષ્ઠ ઋષિએ નિરૂપેલા પોગગ્રંથ “યોગવાસિષ'નું સંપાદન પણ આપ્યું છે. આ ગ્રંથ શ્રીરામચંદ્રજીએ પોતાના આચાર્ય વશિષ્ઠ ઋષિને કરેલા પ્રશ્નોના ઉત્તરમાં ગૃહસ્થ અને ધર્મજીવન વિષેની રજૂઆત છે. શ્રી. મગનભાઈ દેસાઈ દર્શાવે છે કે, “.
ગવાસિષ્ઠ ગ્રંથ એક લોક ગ્રંથ છે. પંડિતેની તાર્કિક ઢબે નહીં, પણ લોકપ્રિય, કળાકીય ઢબે પોતાનું કામ કરે છે. તે હિન્દુ દર્શનના પરમ તવને નિરૂપણ ગ્રંથ છે.” (૧૯૬૫:૪) શ્રી. મગનભાઈએ તેને બ્રહ્મસૂત્ર અને ગીતા સાથે તુલના કરવા પ્રયત્ન કર્યો છે.
આમ આ બનને યોગશાસ્ત્ર વિષેનાં સંપાદનોની અસર શ્રી. ગોપાળદાસ પટેલના વિચાર, ચિંતન અને મનન પર તથા જીવન પર પણ પડેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org