________________
૧૨૭
આત્માર્થી ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠ છે. સત્યના પ્રયોગવીર ગાંધીજી જો એ સાચું જ બોલ્યા હોય, તો મગનભાઈના પ્રાણ પણ વિદ્યાપીઠ માટે જ ગયા હતા, એમ જ કહેવું જોઈએ.” - શ્રી. ગોપાળદાસ પટેલ તેમની શ્રદ્ધાંજલીરૂપે આ પત્રમાં નેધ છે, તે મારા પિતા-ગુરુ હતા. અને પિતાના નાદાન પુત્રની જેમ તેમણે મને છેક છેવટ સુધી સંભાળે છે.” આ બન્ને વચ્ચેનું કેવું ઉમદા તાદાભ્ય! શ્રી. મગનભાઈ દેસાઈ નેપાળદાસ પટેલ માટે એક આદર્શ હતા. ગીતાના કૃષ્ણ અને અર્જુનની બેલડીની જેમ એક સખા તરીકે પરસ્પર તાણાવાણાની જેમ જીવી ગયા.
(૩) સાહિત્ય સર્જનની અસર :
વ્યક્તિ કે લેખકનું કોઈ પણ બાબતનું લખાણ કે સાહિત્ય સર્જન તેના વ્યક્તિત્વ – સંસ્કાર, વાચન, અભ્યાસ, રસ-રુચિ, વિચાર, મનોમંથન - જીવનઘડતર વગેરેની નીપજ હોય છે. તેનું પ્રતિબિંબ, તેની છાયા તેમાં જોઈ શકાય છે; તે તેને પરિપાકરૂપ હોય છે. શ્રી. ગોપાળદાસ પટેલ “પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસના પરિપાકરૂપ કેટલાક અવિસ્મરણીય ગ્રંથો આપનારા હતા.” ગોપાળદાસ પટેલ પોતાના લેખનકાર્ય વિષે દર્શાવે છે કે “મારું સ્વતંત્ર કહેવાય તેવું સાહિત્ય-સર્જન નથી. હું તો અંગ્રેજીમાંથી જે કાંઈ ગુજરાતી વાચકને ધરવા જેવું લાગે તે જ સાદી ગુજરાતીમાં અનુવાદ કરીને ઊતારું છું. એ રીતની સેવાની પણ દરેક ભાષાને જરૂર હોઈ શકે. ભાષાંતરની પણ એક કળા છે જ.” આમ અનુવાદ કે સંપાદન એ એક વિશિષ્ટ કળા છે. નવું ન કહેવાય છતાં અભ્યાસી મૂળ વિષયને પોતે આત્મસાતુ કરીને સરળ રીતે તેને મર્મ, રસાસ્વાદ લોકભોગ્ય રીતે કરાવે તે જ તેનો આશય હોય છે. આમ અનુવાદની પ્રક્રિયામાં પ્રથમ પામવું પછી જગતને સરળ કરી રસાસ્વાદ કરાવવાનું કાર્ય હોય છે. દેખાવમાં સરળ છતાં ઘણું કઠણ કાર્ય છે. તે એક માતાના ધાવણ જેવું છે.
| હેમચંદ્રાચાર્યે રચેલા “યોગશાસ્ત્ર”માં કશું નવું કહ્યું નથી તેવી ટીકાના જવાબમાં હેમચંદ્રાચાર્ય જણાવે છે, “.. પાણિની, પિગલ, કણાદ, અક્ષપાદ વગેરે આચાર્યોએ પિતાનાં સૂત્રો લખ્યાં, ત્યાર પહેલાં તે વિષયનાં બીજાં સુત્રો હતાં જ, તો પછી તેમને પણ તમે શા માટે તે તે ગ્રંથના કર્તા કહે છે? વસ્તુસ્થિતિ જ એવી છે કે, આ બધી વિદ્યાઓ અનાદિ છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org