________________
આત્માર્થી ગેપાળદાસ પટેલ
૩૨૧ અનન્ય નિષ્ઠા અને ભક્તિભાવથી સંપાદિત કરી ઋણ અદા કરવાનો પ્રયત્ન દેખાય છે.
શ્રી. મગનભાઈ દેસાઈએ સ્વામી ગુરુ હજુરાનંદના સંગમાં આવ્યા પછી “ગ્રંથસાહેબ” પરત્વેના અનન્ય ભાવે “સુખમની” (૧૯૩૬) અને “જપુજી” (૧૯૩૮)ને ગુજરાતીમાં અનુવાદ કરીને આપ્યાં. જેને ગાંધીજીના આશીર્વાદ પણ મળ્યા હતા. મગનભાઈની ગ્રંથસાહેબ પરત્વેની સદૂભાવનાને ઝીલી ગોપાળદાસ પટેલે બીજી ત્રણ વાણી “આસા-દી-વાર”, અને “આનંદ”. નો ગુજરાતીમાં અનુવાદ “સિધ-ગોસટિ” “ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ પદો” (૧૯૮૫) આપ્યાં અને પછી મગનભાઈના “સુખમની” અને “જપજી” અંગેના અનુવાદોને સાથે સાંકળી “પંજjથી” પુસ્તક (૧૯૮૫) આપ્યું. આ કાર્ય જાણે મગનભાઈ દેસાઈના આંતર આદેશ અને ગુરુભકિત – શ્રદ્ધાનું પ્રતીક છે. પ્રસ્તાવનામાં તેઓ નધેિ છે, “ મગનભાઈ દેસાઈએ જે પદ્ધતિ અનુવાદની રાખેલી તે અપનાવી ત્રણ ગુરુવાણી વિષે લેખનકાર્ય કર્યું છે.” આ પાંચે વાણી વાંચીએ તો તેની રજૂઆતમાં ક્યાંયે જુદાપણાને અણસાર પણ લાગતો નથી જાણે એક જણે જ સળંગસૂત્ર કાર્ય કર્યું હોય તેમ લાગે છે. આમ ગોપાળદાસની લેખન સાધના પણ મગનભાઈ દેસાઈની આંતર સાધના સાથે એકરૂપ બની ગયેલી વ્યક્તિત્વની એકતાને જ દર્શાવે છે.
મગનભાઈ દેસાઈના વ્યક્તિત્વને નિરૂપતાં ગોપાળદાસ પટેલ તેમને “બુદ્ધિયોગી” તરીકે નવાજે છે. “મગનભાઈ ગીતાના સાચા અર્થમાં એક બુદ્ધિયોગી હતા. બુદ્ધિયોગી એટલે તર્ક-વિતર્કની શક્તિવાળા આજના અર્થના બુદ્ધિવાદી – “ઇન્ટૉકમ્યુઅલિસ્ટ’ નહિ... ગીતાપ્રથિત (૨–૬૬) બુદ્ધિયોગ એટલે તે ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞાર્થ કર્મ અને ઇશપ્રપતિ દ્વારા થતી પ્રજ્ઞા – ત્રસ્તંભરા પ્રજ્ઞાની સિદ્ધિ. એ પ્રજ્ઞા આસપાસનું “હિરણમય પાત્ર' ભેદીને સત્યને યથાતથા જોઈ શકે છે અને બુદ્ધિયોગીને બ્રહ્મકર્મ - સમાધિ પ્રાપ્ત કરાવે છે.”
પંજૉંથી પુસ્તક ગોપાળદાસ પટેલના પાછલી અવસ્થાનું એક મહત્વનું સંપાદિત પુસ્તક હતું. આ પુસ્તક વિષે મરણોત્તર નધિ તા. ૨૭-૧૨-૧૯૮૪માં નોંધે છે કે, "...પંજગ્રંથી પુસ્તક મેં ગ્રંથસાહેબમાંથી શ્રદ્ધાપૂર્વક તૈયાર કરેલું હોઈ, તેને છપાયેલું જોવાની મારી ઇચ્છા હતી....” આ પુસ્તક ૧૯૮૫માં છપાયું. તેને અર્પણ કરતાં સ્વતંત્ર આગવા પાનામાં તેઓ નધિ એ૦ – ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org