________________
આત્માર્થી નેપાળદાસ પટેલ
૩૧૯
સુધી તેઓ નીચે બેસી રહેતા. આમાંથી તેમને આ સાધુ સ્વામીજી હજુરાનંદજીના સમાગમ થયા. તેમણે તેમને પેાતાના ગુરુસ્થાને બેસાડયા અને ગ્રંથસાહેબનાં પદો તથા સંતાની વાણીનેા પાઠ કરતા તથા યોગાસને અને રાજ્યોગની બતાવેલી સાધના તે કરતા થયેલા. મગનભાઈના ગૂજરાત વિદ્યાપીઠના નિવાસ સ્થાન-ઘરમાં સ્વામી હજુરાનંદની અર્ધમત્સ્યાસનના . યોગાસનવાળી તેજસ્વી તસવીર ગુરુસ્મૃતિ તરીકે દિવાનખંડમાં રહેતી હતી. જેની કોપી શ્રી. ગોપાળદાસના ઘરમાં પણ હતી.
શ્રી. ગોપાળદાસ પટેલે જણાવેલું કે, “મારી તબિયત પહેલેથી નાજુક અને કંઈક માંદગીવાળી રહેતી હતી. શ્રી. મગનભાઈ આ સમય પહેલાં સ્વામીજી પાસેથી સાધનાના રસ્તો લઈ ચૂકયા હતા. મારી નાદુરસ્ત તબિયત સારી થાય તેવા ખ્યાલે મને મગનભાઈ આ સ્વામીજી પાસે લઈ ગયેલા. અને ત્યારથી મેં પણ એમને મનામન ગુરુ તરીકે સ્વીકારી ગ્રંથસાહેબ પરત્વેના આદર દર્શાવી તેના પાઠ કરવાનું નિયમિત ચાલુ કરેલું. આજે પણ તે ચાલુ જ છે, પહેલાં બેઠા બેઠા બે કલાક રોજ પાઠ કરતા હતા. હમણાં કેટલાય સમયથી શરીર નબળું થઈ જવાથી સૂતાં સૂતાં જે પાઠ થાય તે કરું છું.”
શ્રી. મગનભાઈ દેસાઈ દ્વારા સ્વામી ગુરુ હજુરાનંદના થયેલા સંગથી પરંપરાગત વૈષ્ણવ પુષ્ટિમાર્ગી પરંપરા પામેલા, હિન્દુધર્મી અને ગીતા-ઉપનિષદ, જૈનધર્મના અભ્યાસી, ધર્મ-તત્ત્વજ્ઞાનના ચિંતક ગેાપાળદાસ પટેલના મને વ્યાપારમાં, આત્મચિંતનમાં ભારે પરિવર્તન શરૂ થાય છે, જે વિષે અગાઉ સ્વામીજી ગુરુ હજુરાનંદજીના પ્રભાવ વિષેની ચર્ચામાં આપણે આગળ જોઈ ગયા છીએ. પરંતુ મગનભાઈ સાથેના તેમના અંગત સંબંધમાં ગુરુભાઈના જે નવા નાતા બંધાયો તેણે તેમના અંગત જીવનમાં પણ ભારે પ્રભાવ મૂકેલા જોઈ શકાય છે. મગનભાઈ પહેલાં ગાંધીવિચારના સમર્થક, વિચારક હતા. તેમાં સાધક” તરીકેના આદરભાવે નવા વ્યક્તિત્વના ઉમેરો કર્યો. મગનભાઈ દેસાઈનું વચન તેમને માટે સત્યની પ્રતિતી પામેલું બની રહેતું. તેઓ તેમના વિચારોને સમજનારા અને ઝીલનારા બને છે. તેથી તેમનું આંતર બાહ્ય વ્યક્તિત્વ મગનભાઈ દેસાઈના વ્યક્તિત્વની સમાન એક દિશામાં રેલગાડીના પાટાની જેમ વહેતુ દેખાય છે, બન્નેના લખાણના વિષયો ધર્મ અને તત્ત્વજ્ઞાન, દેશના પ્રશ્નો, શિક્ષણ, ગરીબી, અતિ વસતી, અને તેના ઉકેલ માટે ગાંધીવિચારથી પૂર્ણ નિશ્રાની સ્થિતિવાળી રહી છે. તથા ગ્રંથસાહેબના અભ્યાસમાંથી ગુરુવાણીના આસ્વાદ આપવાના પ્રયત્ન રહ્યો છે, અરે બંનેના લખાણની
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org