________________
૧૮
એક ઝલક મેળો ભરાય છે, ત્યાં જજે. ત્યાં હજુરાનંદજી – એક શીખ સાધુ આવશે. તેને મળજે, કાશીભાઈ ત્યાં ગયા પણ તેઓ ત્યાં આવ્યા ન હતા. ત્યાંથી ખબર મળી કે મધ્ય પ્રદેશમાં રતલામથી બુંદીકોટા જતાં ત્રીજું સ્ટેશન આવે છે તેનું નામ “ખાચરોદ” છે. તેઓ ત્યાં રહે છે. કાશીકાકાને કેટલું વેકેશન પડે એટલે સાધનાને વખત કાઢી ખાચરોદ શેધમાં ગયા. ખાચરોદમાં સ્વામી હજુરાનંદજીને બે જમીનદારોએ સાધના માટે થોડી જમીન આપી એક નાનું મકાન જેવું બાંધી આપેલું. નીચે ભોંયતતિયે એક રૂમ અને તેની ઉપર એમ રૂમ રસોડું, વરંડે જે ચારે બાજુથી અકબંધ અને એક ઝાડ પર જતી એક લાંબી પરસાળ હતી. જ્યાં સાધુ કુદરતી હાજત માટે જતા. સાધુ આ દિવસ બંધ બારણે સાધના કરતા. કદી કોઈને બહાર નજરે પડતા નહિ. સામાન્યતઃ કોઈને મળતા પણ નહિ. ભોજન માટે સ્થાનિક જમીનદાર તરફથી એક ટંકની વ્યવસ્થા ગોઠવાઈ હતી. નચેના રૂમમાંથી એક સીડી ઉપરના રસોડામાં આવતી. ભેજન રસોડામાં મૂકવામાં આવતું. સાધુ ઇચ્છા અનુસાર – સમય અનુસાર બારણું ખોલી ભેજન લઈ લેતા. કેઈને રૂબરૂ મળતા નહિ. આમ શરૂઆતમાં દેઢ વર્ષ તેમણે સાધના કરેલી.
કાશીભાઈ પટેલ શોધતા શોધતા ત્યાં ગયા ત્યારે એક માણસ ત્યાં મળ્યો. તેને વાત કરી જણાવ્યું કે દૂરથી આવું છું. અને સ્વામીજીને રૂબરૂ મળવું છે. માણસે જણાવ્યું કે તેઓ કોઈને મળતા નથી. ઘણી વિનંતી પછી પેલા માણસે કહ્યું તમારી વિગતો પ્લેટમાં લખી અંદર મોકલાવું છું. અંદરથી જે લેખિત જવાબ મળશે તે કહીશ. આ ઝાડ નીચે તમે સૂવાનું રાખે. ત્રીજ દિવસે જવાબ મળ્યો. સાધુએ નીચે આવી મુલાકાત આપી. પછી તેમને સાંભળ્યા અને ઉપરના ઓરડામાં લઈ ગયા. પછી રાજયોગની આગળની પ્રક્રિયા તેમને શીખવવામાં આવી. સતત બંધ બારણે સાધના કરવાને કારણે સાધુ નીચેની ખુલ્લી હવા વધુ સહન કરી શકતા ન હતા. આ પછી કાશીભાઈ પટેલ જયારે જયારે સ્વામીજી પાસે આવતા ત્યારે નીચેની રૂમમાં રહેવાનું ગોઠવતા. સ્વ. શ્રી. મગનભાઈ દેસાઈના તેઓ કાકા થતા હતા. તેઓ જ્યારે જ્યારે સ્વામીજી પાસે સાધના માટે આવતા ત્યારે મગનભાઈ દેસાઈને પિતાની ખાવા-પીવાની સંભાળ માટે સાથે લઈને આવતા. ત્યારે મગનભાઈ નાના, શાળામાં અભ્યાસ કરતા છોકરા હતા. આમ તેઓ સ્વામીજીને ત્યાં કાકાની સુશ્રુષા માટે આવતા. કાકા ધ્યાન પૂરું કરીને નીચે આવે ત્યારે તેમને બાજરીને રોટલો અને કૉફીના દાણાને ઉકાળો બનાવી આપવાનું તેઓ કામ કરતા. જયાં સુધી કાકા નીચે જમવા ન આવે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org