________________
એક ઝલક (૧) મારું શબ મ્યુનિસિપલ શબવાહિની મોટરમાં લઈ જવું. તથા ઇલેકિટ્રક ચિતા ચાલુ હોય તે લાકડાંની ચિતા ન વાપરવી.”
(૨) “મારા મૃત્યુ બાદ બેસણાની જાહેરખબર છાપામાં નીચે પ્રમાણે આપવી.”
બેસણું અમારા પિતાશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલનું તા............અને રોજ અવસાન થયેલું છે. ત્રીસ વર્ષની ઉંમરે તેમણે શીખધર્મ સ્વીકાર્યો હોઈ પિતાની પાછળ હિન્દુ વિધિ પ્રમાણે મરણોત્તર કરાતી શ્રાદ્ધ, સરવણી વગેરે ક્રિયા ન કરવાની ઈચ્છા દર્શાવી હોવાથી તે બંધ છે. પોતાની પાછળ પોતાનાં ચક્ષુદાન કરવાની ઇચ્છા તેમણે દર્શાવી છે.”....
(૩) ચક્ષુદાન વિશે તેમણે પોતે જ કરેલી વ્યવસ્થા દર્શાવીને લખે છે કે, “મારાં ચક્ષુ ડૉ. રમેશભાઈ દેસાઈને આપી દઉં છું. તે કોઈ પણ બે અંધને તે વડે દેખતા કરી શકશે.” રૂબરૂમાં (તા. ૨૬-૨–૧૯૯૦), મારાં ચક્ષુ દાન કરી દીધાં છે. એટલે મારા મૃત્યુ બાદ તરત તેમને ખબર આપવી.
(૪) “મારાં અસ્થિ પણ બીજા કોઇ તીર્થમાં કે નદીમાં પધરાવતા જવાનું ન રાખવું. આમેય બધી નદી ગટરો જ બની ગઈ છે. તેને બદલે તમને (સુપુત્રને). કશો વહેમ ન રહેતો હોય તો તે અસ્થિ આપણા મકાનના કંપાઉંડમાં જ માટીના પાત્રામાં ભરીને જમીનમાં દાટી દેજે. ચીન દેશમાં તો પિતાના પૂર્વજોનાં અસ્થિ પિતાના ખેતરમાં જ દાટતા જવાને રિવાજ છે. તેથી ચીનને ખેડૂત પોતાના ખેતરને પોતાના પૂર્વજોનું જ સંભારણું માને છે.”
(૫) “હિન્દુ ધર્મનાં શ્રાદ્ધ-સરવણી – અસ્થિ વિસર્જન વગેરે કરવાં નહિ. પાછળ ગીતાપાઠ કે ભજન-કિર્તન પણ કરાવવાં નહિ. કારણ કે મેં જે કંઈ પાઠ-પૂજા કર્યા હશે તે જ મને કામમાં આવવાની છે, બીજા પૈસા લઈને ભાડૂતી પાઠ-પૂજા કરે તે મને કશા કામમાં આવવાના નથી.”
(૬) “.. મારી પાછળ પુષ્ટિમાર્ગને લગતું કાંઈ જ ન કરવું. તે માર્ગને ગીતા-ઉપનિષદને વિરોધી માની મેં તેને ત્યાગ કર્યો છે.”
(૭) “શીખધર્મ મેં વ્યક્તિગત જીવન-સાધનાની રીતે સ્વીકાર્યો છે. ધર્મપંથની રીતે નહિ. એટલે તે ધર્મની પણ મરણોત્તર કરાતી કોઈ ક્રિયાવિધિ હોય છે તે મારી પાછળ કરવાની નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org