________________
એક ઝલક
ત્યાંના ગ્રંથસાહેબને પૂર્ણિમાને દિવસે ૫૦) રૂપિયાના ભાગ ધરાવતા જવાના સ્વામીજીના નિર્વાણ પછી મેં સંકલ્પ કરેલા તે પ્રમાણે દર છ મહિાને હું ૩૦૦ રૂપિયા તે સરનામે મેાકલતા રહ્યો છું.... તે પ્રમાણે (મરણ પછી) મેકલતા રહેવા વિનંતી છે, ”
ગુરુના શરણમાં પ્રેમ-પ્રતિતી પ્રાપ્ત થયા પછી તેમની શ્રદ્ધા કેટલી અતૂટ અને ભાવવાહી છે તેની પ્રતિતી આ નેધ કરાવે છે. બાહ્ય દૃષ્ટિએ દેખાત આ “કર્મકાંડ જેવું સ્વરૂપ હાવા છતાં પેાતાના મનથી માનેલા ગુરુ પરત્વેના શ્રદ્ધાબળ અને તેથી થયેલી પ્રતિતી – કેટલી અને કેવા સ્વરૂપની છે તેને માટે લેખક પોતે જ સબળ પુરાવે! દર્શાવે છે. અને મૃત્યુ પછી પણ શ્રદ્ધાભાવના પ્રતીક સ્વરૂપે ગુરુ ચરણામાં અમુક રકમ પેાતાના ફંડમાંથી મેકલતા રહેવું તેમ સુપુત્રને વિનંતીરૂપે દર્શાવે છે. કોઈને આ સ્થૂળ બાહ્યાચાર દેખાય પણ સાધકને જ્યારે કોઈ અનુભૂતિ થાય છે ત્યારે શ્રદ્ધાનું દઢિકરણ થાય છે તે સ્થિતિ તત્ત્વજ્ઞાની શ્રી. ગોપાળદાસ પટેલના બુદ્ધિતત્ત્વ પર પણ કેવા વિજય પ્રાપ્ત કર્યા છે તેનું પ્રગટીકરણ છે, જે તેમના ઋજુ આંતરમન, શ્રદ્ધાબળને અને ભક્તિભાવના પરિપાક છે. વધુમાં તે આગળ પાન ૬-૭ પર તે નેધે છે, “ ખાચરોદના ગુરુદ્વારામાં પધરાવેલા ગ્રંથસાહેબ મારા ઈષ્ટદેવ છે. તેની જમીને જમીનદારના વંશજો વેચી ખાવા માગે છે. ત્યાંના ગ્રંથસાહેબ મેં આપણા ઘેર પહોંચે તેવી વ્યવસ્થા વિચારેલી છે....... સામે બચુભાઈ જેમ તેમના દાદાના જૈન અપાસરો જોડે સાચવે છે તેમ મારા ગ્રંથસાહેબને સાચવજો, અથવા સરદાર ગુરુ ચરણસિંહ જે કાંઈ વ્યવસ્થા સૂચવે તે વિચારો, સરદાર ગુરુચરણસિંહને ગુરુભાઈ માન્યા છે. મારી ચરણ તિથિએ ગ્રંથસાહેબને પ્રસાદ કરી સૌ સંબંધીઓને વહેંચવો.” (પાન ૯). આ બધી નોંધા મૃત્યુ પછી પણ જેને પવિત્ર, આદરણિય અને જીવનમાં તેના વિશેષ પ્રભાવ પડયો છે તે ધર્મ પુસ્તકને પેાતાના ગુરુની સ્મૃતિનું પુસ્તક સમજીને ભક્તિભાવનું જ કરાયેલું નિરૂપણ થતું દેખાય છે. અને પેાતાના મનને ગુરુચરણમાં રાખવાના પ્રતીકરૂપે “ગ્રંથસાહેબ” પરત્વેની અનન્ય વ્યક્તિભાવની અભિવ્યક્તિનું ઉત્તમ સ્વરૂપનું પ્રગટીકરણ દેખાય છે.
સ્વામી હજુરાનંદજીના સત્સંગ અને પ્રભાવથી સ્વયં માનેલા અને સ્વેચ્છાએ અંગીકાર કરેલા શીખધર્મ દ્વારા આંતર સાધના તેમના સમગ્ર જીવન દરમ્યાન ચાલુ રહી છે. રોજ ૨ થી ૨-૩૦ કલાક ગ્રંથસાહેબનાં પદાનું સ્મરણજપ કરવાને તેમના નિયમ હતા. અને પૂર્ણ આસ્થાથી ગ્રંથસાહેબને પેાતાના સદ્ગુરુનું પ્રતીક સમજી, પવિત્ર માની તેની આગળ અગરબત્તી રૂપી પૂજા
૩૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org