________________
આત્મા નેપાળદાસ પટેલ
૩૧૧ વિષેના તવદર્શી લેખક “ગુરુ પરંપરામાં પોતાને કેવા અને કેટલી માત્રા સુધીની શરણ ભાવની સ્થિતિનાં દર્શન થાય છે. ભક્તિ-સાધના ગુરુ વિના શક્ય નથી તે ગ્રંથસાહેબને પ્રથમ સિદ્ધાંત તેમનામાં સુંદર રીતે દઢિભૂત થયેલે દેખાય છે. તે માટે તેઓ પિતે જ નેધે છે કે, “સદગુરુ વિના ઈશ્વર ન મળે, પરંતુ સદ્ગુરુમય ઈશ્વરની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય! અર્થાતુ સદ્દગુરુને ઓળખવા – પામવા માટેની લાયકાત જન્મોજન્મની તૈયારીરૂપે લોભી થવી જોઈએ. અને માટે કોઈ “ઇન્સ્ટન્ટ” ઉપાય હેત નથી.” અને તે માટે ગુરુ માટેની તડપ, ગુરુ શરણાગતિ, ગુરુ ચરણમાં દઢતા – પ્રેમ પરતીત, ગુરુ ઈશ્વરરૂપ છે તેવી આંતર ભાવના વિકસવી એ બીજો મુખ્ય સિદ્ધાંત છે. શ્રી. ગોપાળદાસ પટેલે જેલમાંથી લખેલા ૧૫-૧૦-૧૯૩૨ના પોસ્ટકાર્ડમાં સ્વામી હજુરાનંદજીને કરેલા સંબોધનમાં “ઈશ્વર સ્વરૂપ” શબ્દ પ્રયોગ કર્યો છે તે ગ્રંથસાહેબની ભાવનાને યથાયોગ્ય – અનુરૂપ છે. અને “ચરણોમાં મથા ટેકના" – ગુરુ ચરણમાં શરણભાવ એટલો જ મહત્ત્વનો ભક્તિ સિદ્ધાંતને મર્મ તત્ત્વ છે. એક તત્ત્વચિંતક, ગાંધી-વિચારના અનુયાયી શ્રી. ગોપાળદાસ પટેલના આંતર મન પર છેક યુવાન વયથી આ ભાવને રંગ લાગે છે જે પાછલી અવસ્થાએ ઘેરો બનતો રહ્યો છે તેની પ્રતીતિ કરાવે છે. આ માર્થી જનનું આ મહત્વનું જીવન લક્ષણ છે. વધુમાં તા. ૮-૧૧-૧૯૯૩ માં કરેલી મૌખિક રજૂઆત દ્વારા સાધકની ધ્યાનમગ્ન સ્થિતિ અને દેહ પિષણ તથા શરીર છૂટવા વિષેનું પોતાનું ચિંતન તેમની પોતાની જીવન સાધનાને પરિણામે વિકસેલા ચિતનની કેવી સુંદર અનુભૂતિ છે. કર્મબંધન છે ત્યાં સુધી દેવબંધન છે, જીવ પ્રકૃતિનો અંશ છે. સાધક દશામાં પ્રકૃતિ તેનું કેવું રક્ષણપષણ કરે છે તે પ્રશ્ન અને તેને ઉત્તર તેમને મળ્યો છે તે તેમની અધ્યાત્મ સાધનાનું અમૃતતત્ત્વ જ કહી શકાય.
શ્રી. ગોપાળદાસ પટેલે સ્વામીજીના સંપર્કથી પોતે સ્વૈચ્છિક રીતે શીખધર્મ સ્વીકારે છે તે વિષે આગળ જોઈ ગયા. આ સંદર્ભમાં તેમની શ્રછા કેટલી બધી અતૂટ અને પાકી થયેલી હતી તે વિશે તેમની મરણોત્તર નોંધ (જેને તા. ૨૦-૮-૧૯૮૪ અને તા. ૬-૭-૧૯૯૩ તથા ૩૦-૭૧૯૯૫ એ ખરી કરેલી છે) પાન નં. ૪ – છે કે, “ખાચરોદ સ્વામીજી રહેતા હતા તે બગીચામાં ગુરુદ્વારા છે. ત્યાંના ગ્રંથસાહેબને હું મારા ઈષ્ટદેવ માનીને શીખધર્મમાં દીક્ષિત થયો છું. મારા જીવનમાં અમુક કટોકટીના પ્રસંગો આવેલા, ત્યારે તે ગ્રંથસાહેબ આગળ નિવેદન કરી કરીને મેં આશ્વાસન મેળવેલું ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org