________________
સાભાર્થી ગેાપાળદાસ પટેલ
સાધક તરીકે આત્માર્થી જીવનચર્યા જીવી ઉત્તમ ધાર્મિક અને તાત્ત્વિક સાહિત્યનું સંપાદન, લેખનકાર્ય કરી “ જયાં કી ત્યાં ધરી દીની ચદરિયા.
"3
ર
(૨) જીવન પર પ્રભાવ:
શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં પ્રત્યક્ષપણે કેટલીક વ્યક્તિઓને અને પરોક્ષપણે જે સાહિત્ય સર્જન કર્યું છે તે માટે જે સ્વાધ્યાય તેમણે કર્યા છે જેણે તેમના આંતર કલેવરને ઘડયાં છે તેમ સ્પષ્ટ જોઈ શકાય છે. વ્યક્તિના પ્રભાવમાં (૧) ગાંધીજી અને સરદાર સાહેબ (૨) ખાચરોદવાળા શીખગુરુ હજુરાનંદજી (૩) શ્રી. મગનભાઈ દેસાઈ મુખ્ય છે.
'
(૧) ગાંધીજીના રાષ્ટ્રીય ચળવળના વિચારોથી આકર્ષાઈને કૉલેજ શિક્ષણ માટે અન્ય યુનિવર્સિટીમાં ન જવાને બદલે ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષણમાં દાખલ થયા અને ખાદી, દેશદાઝ, જેલમાં જવું, વિદ્યાપીઠમાં સેવા માટે જોડાવું વગેરેએ તેમના જીવન પર ભારે પ્રભાવ મૂકયો છે. અને જીવનભર તેને વરેલા રહ્યા, તે સરદાર વલ્લભભાઈ પટેલના નજીકના કુટુંબી હોઈ નિકટતાના ભાવ, તેમની તાર્કિક અને વ્યવહારલક્ષી સૂઝ, બારડોલીની ખેડૂતોની લડત અને દેશના નવનિર્માણમાં તેમને ફાળા વગેરે તેમને મન પ્રેરણારૂપ
હતાં.
૩.૭
(૨) સ્વામી – ગુરુ હજુરાન`દજી ઃ મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન વિસ્તારમાં રતલામથી દિલ્હી રેલ્વે લાઈન પર ત્રીજું સ્ટેશન ખાચરોદ” ગામે શીખધર્મના યોગી સ્વામી હજુરાનંદજીના ઈ.સ. ૧૯૩૦માં તેમને પરિચય થયા લાગે છે. પરંપરાગત રીતે પેાતાના પૈતૃક વૈષ્ણવ ધર્મના જીવન સંસ્કાર તો તેમને મળ્યા હતા. પરંતુ પુષ્ટીમાર્ગી વૈષ્ણવ ધર્મ કર્મકાંડીય સ્થિતિમાંથી યોગ અને ગીતા પરની શ્રદ્ધાએ રાજયાગની પ્રક્રિયામાંથી શીખગુરુ પરત્વે તેમની શ્રદ્ધા દૃઢ થાય છે. શ્રી. ગેાપાળદાસ તા. ૪-૧૦-૧૯૯૨ની એક નોંધમાં નોંધે છે કે, “૩૦ વર્ષ પહેલાં (વાસ્તવમાં ૧૯૩૦ જોઈએ) શીખધર્મ સ્વીકાર્યો છે. પંથની રીતે નહીં પરંતુ શીખ ગુરુએ બતાવેલા માર્ગ મને માફક આવ્યો હાવાથી મેં તે દીક્ષા લીધી છે. દીક્ષા પણ મારી પેાતાની પાસેથી જ. કોઈ શીખ આચાર્ય પાસેથી નહિ.” તે શીખધર્મ વિષેની સ્પષ્ટતા કરતાં ૪-૧૦-૯૨ ની નોંધમાં દર્શાવે છે કે, “ધર્મપંથની વાત આવે એટલે ગેરસમજ થવાનો સંભવ અને મેં ઉપર જણાવ્યું તેમ પંથની રીતે દીક્ષા લીધી નથી." ઉપરાંત તેમની એક નોંધ તા. ૨-૪-૧૯૮૯માં
Jain Education International
For Private & Personal Use Only
66
www.jainelibrary.org