________________
એક ઝલક
33
કરેલું “ તે મિઝરેબ્લુ ” (વિકટર હ્યુગા કૃત નવલકથા) પણ અલભ્ય થયું હાઈ તેની પણ બીજી આવૃત્તિ સુધારીને છપાવી જવાની ઇચ્છા હતી, તે બે પુસ્તકો પર મારી ખાસ મમતા હતી.
આ નોંધમાં “મૈં અમુક તૈયારી કરવા માંડી છે” તે માત્ર પુસ્તકો છપાવવા પૂરતી એકલી ન હતી. ૮૦ વર્ષની ઉંમર પછી જીવન સંકેલવાની પૂર્વ તૈયારી ભાખેલા ભાવિના સંદર્ભમાં તેમણે શ્રદ્ધાપૂર્વક શરૂ કરી દેખાય છે. પેાતાના સુપુત્રને મરણાત્તર નોંધ દ્વારા પેાતાના જીવનની કેટલીક ઘટનાઓ જે આજ દિન સુધી કશી જ જણાવી જ નથી જેવી કે પોતે શીખધર્મ સ્વીકાર્યો છે, સ્વામી ગુરુ હજુરાનંદજીને ગુરુ તરીકે સ્થાપ્યા છે, ખાચરીદ ગુરુધામમાંના ગુરુદ્વારાના તે ટ્રસ્ટી છે, દર વર્ષે નિયમિત આર્થિક સેવા તે માકલે છે, વગેરે ઉપરાંત પેાતાના મરણ પછી મૃત્યુનોંધમાં શું આપવું, અગ્નિદાહ કયા પ્રકારે કરવા, મૃત્યુ પછીની કરાતી શ્રાદ્ધ ક્રિયામાં શું શું કરવું, શું શું ન કરવું તથા તેને માટેના તેમના ખુલાસા વગેરે અંગેની નોંધા તેમણે કરવાનું ચાલુ કરેલું. તથા દર વર્ષે તે નેધમાં તારીખ નાખી જોઈ સુધારી ખરું કર્યાની નેોંધ પણ કરેલી તેમાં જોવા મળે છે. એક આત્માર્થી જીવે પેાતાના મનની કેટલી બધી સ્પષ્ટતા કેટલી હદ સુધીની કરી છે તે નવાઈ પમાડે તેવી સ્થિતિ છે.
જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તેમણે શ્રી. પુ૦ છે॰ પટેલને કહ્યું કે, “મેં શ્રી, મગનભાઈ દેસાઈના કહેવાથી કેટલીક અંગ્રેજી નવલકથાને ગુજરાતીમાં અનુવાદ કરીને આપવાના પ્રયત્ન કર્યો. પરંતુ તેથી હવે થાકયો છું. હવે અંતકાળે આ ભાગી સમાજની કથાઓ અને તેમના રાજકીય કાવાદાવાઓની દુનિયાથી મારું મન વ્યગ્રતા અનુભવે છે. તેથી તે બંધ કરવું ઘટે." અને પુન: ધર્મ અને આધ્યાત્મિક સાહિત્યના સર્જન તરફ પોતાને કેન્દ્રિત કરવાના પ્રયત્ન કર્યો. જેના પરિપાકરૂપે તેમણે ગ્રંથસાહેબના આધારે ‘ પંજગ્રંથી ’ અને પેાતાના નિત્ય જપ માટે “ જપમાળા” તૈયાર કરી. આ પ્રમાણે તેમણે બીજા સંતામાં પલટુ, નાનક, વગેરે સંતાની શ્રેણી તૈયાર કરવાનું શરૂ કર્યું અને તે સમયમાં ૧૯૯૬માં તેમણે ૨જી જુલાઈએ પેાતાના પાર્થીવ દેહને ત્યાગ કરી ગુરુના ચરણામાં કાયમ માટે ચાલ્યા ગયા.
શ્રી. ગોપાળદાસ પટેલે આ રીતે સમગ્ર જીવન ગાંધી-વિચારને રાહે ચાલી દેશ માટે, વિદ્યાપીઠ માટે, મગનભાઈ જેવા સાધક વડીલના પડછાયા રૂપે રહી પેાતાના સ્વામી ગુરુ હજુરાનંદના શરણમાં સમગ્ર જીવન એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org