________________
એક ઝલક
૩૦૪
સુધી સળંગ સૂત્રે ગૂજરાત વિદ્યાપીઠના ૩૬ વર્ષ સુધી અંગ રહ્યા. અને વિના વેતને સેવા કરી. વિદ્યાપીઠ આ સમયે લેાકભંડોળથી જ ચાલતી હતી. પ્રકાશન કાર્ય માટે પણ અનુદાન જરૂરી બનતું. આ સંદર્ભમાં વિવિધ વ્યક્તિ દ્વારા ગ્રંથપ્રકાશન શ્રેણી માટે અનુદાન મળતું હતું. શ્રી. ગેાપાળદાસના પિતા જીવાભાઈ પટેલે પેાતાના પિતા રેવાભાઈના સ્મરણાર્થે ધર્મગ્રંથમાળા ચલાવવા રૂ।. ૬૦૦૧નું દાન ૧૯૪૨માં આપ્યું હતું. આ માળામાં મુખ્યત્વે હિંદુ ધર્મગ્રંથા ગુજરાતીમાં ઉતારવાના ઉદ્દેશ્ય છે. સર્વ ધર્મ સમભાવની દૃષ્ટિએ અન્ય ધર્મો, વિદ્યા તથા દર્શનના પણ સમાવેશ થાય છે. આ રીતે શ્રી. ગેાપાળદાસે તન, મન ધન વિદ્યાપીઠને અર્પણ કર્યું હતું. આ બધા સમય દરમ્યાન તેમણે શ્રી. મગનભાઈ સાથે સિપાઈની જેમ રહી શિક્ષણ અનેસાહિત્યમાં લેખનકાર્ય, સાર્થ જોડણી કોશ, સંસ્કૃત કોશ, રાજય વહિવટી પારિભાષિક કોશ, ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળા તૈયાર કરવામાં તથા વિવિધ ગ્રંથેાના અનુવાદ કરી ગૂજરાત વિદ્યાપીઠના સાહિત્ય સર્જનમાં અંદાજે ૫૦ પુસ્તકો જેવા અભૂતપૂર્વ ફાળા આપ્યા છે.
.
19
સત્યાગ્રહ
શ્રી. મગનભાઈ દેસાઈ જેવી સમર્પિત વ્યક્તિને વિદ્યાપીઠમાંથી છૂટા થવું પડયું, તથા ગાંધી શતાબ્દી વર્ષમાં કોચરબ આશ્રમ પર પોલીસ કારવાઈ વિદ્યાપીઠના નવા સંચાલકોએ કરી તેથી તેઓ ભારે વ્યથિત થયા. અને · સત્યાગ્રહ' પત્રમાં ખૂબ આક્રોશપૂર્વક લેખા લખ્યા. પછીથી ૧૯૬૯ માં શ્રી. મગનભાઈનું હાર્ટ ઍટેકથી અવસાન થયું તેમને મન ભારે વજ્રઘાત લાગ્યું. તેમણે આ સમયે શ્રી. મગનભાઈ વિષેની વિગતો પત્રમાં તા. ૮-૨-૧૯૬૯માં રજૂ કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો. પેાતાની મરણાત્તર નોંધમાં નોંધે છે કે, “મારે વિદ્યાપીઠ સાથે માત્ર બે જણ સાથે જ સંબંધ છે. . . . .. શ્રી. દેશપાંડેજી અને શ્રી. પુરુ છે॰ પટેલના કુટુંબ સિવાય બીજા કોઈ મારા મિત્ર કે સંબંધી વિદ્યાપીઠમાં રહ્યા નથી. શ્રી. પુરુ છે૦ પટેલ સામે વિદ્યાપીઠવાળાઓએ થાય એટલા કેસે કર્યા છે. જમીન, મકાને, કૂવા, પૈસા એ સૌ બાબતે પણ કશામાં ફાવ્યા નથી." શ્રી. ગેાપાળદાસ પટેલનું હાડ પહેલેથી નબળું હતું. તેથી વારંવાર તબિયત બગડી જતી. આવી સ્થિતિમાં શ્રી. મગનભાઈ દેસાઈ આદર્શ ગુરુ રૂપ વડીલની છત્રાછાયા જવાથી તેમને એ ઘા ઘણા ભારે થઈ પડયો. તેમના જીવનમાં જાણે શૂન્યાવકાશ પેદા થયા. પછીથી શ્રી. મગનભાઈએ અંગ્રેજી નવલકથાઓમાંથી કેટલાકના સારાનુવાદ કરવા તેમને સૂચવેલું તે યાદ કરી પુન: પેાતાની કલમ ચાલુ કરી. ભાઈ પુ છે૦ પટેલ દ્વારા · પરિવાર પ્રકાશન
Jain Education International
******
For Private & Personal Use Only
www.jainelibrary.org