________________
આત્માથી ગોપાળદાસ પટેલ
૨૦૭ સંજોગોએ શ્રીમતી કમળાબહેનને પણ પતિની સાથે રંગ લાગ્યો. “કિવટ ઇન્ડિયા”ની લડત વખતે મારી પત્ની કમળાબહેન આશ્રમ (સાબરમતી) માં ઊભી થયેલી પાંચકૂવા દરવાજા પાસેની પરદેશી કાપડની મોટી દુકાને પિકેટિંગ કરવા માટેની ટુકડીમાં જોડાયાં હતાં તે પકડાઈને થાણા જેલમાં ગયાં. મારી પત્નીનું શરીર થાણા જેલમાં છેક ભાંગી પડ્યું.” ગાંધીવિચારથી રંગાયેલા પતિની સાથે ખાદી, સાદગી અને જેલમાં જવા સુધી સાથ આપ્યો. આમ એક આદર્શ સહધર્મચારિણી તરીકે પતિની નિશ્રામાં – પતિને માર્ગે ચાલવાને – એક પતિપરાયણ સ્ત્રી તેમનું ગૃહજીવન સુંદર રીતે સંભાળ્યું. જેલમાં જવાથી ભાંગી પડેલું શરીર જોઈએ એવું સારું થયું નહિ, ૧૯૩૯માં એક પુત્રને જન્મ આપ્યો. તેઓ એક અત્યંત વૈભવશાળી વૈષ્ણવ સંસ્કારવાળા પિતૃકુટુંબમાંથી આવ્યાં હતાં. પરંતુ અનેક અગવડો, તકલીફો વચ્ચે પતિની નિશ્રામાં પતિના રંગે રંગાઈ સાથ સહકાર આપી હમેશાં ભક્તિ-પૂજામાં રત રહેતા. એક નાની માંદગીનું નિમિત્ત લઈ નવા મકાનમાં એક વર્ષ રહી તા. ૨૮-૮-૭૫ના દિવસે ૬૫ વર્ષની વયે પોતાના એક પુત્ર-પુત્રવધુ અને તેમનાં ત્રણ સંતાનોના ભર્યાભાદર્યા કુટુંબ-સંસારમાં જીવી પતિના ચરણોમાં જીવન પૂરું કર્યું.
શ્રી. ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠમાં ૧૯૨૭માં જોડાયા પછી અધ્યાપન ઉપરાંત પુરાતત્વમંદિરના કાર્યની જવાબદારી સંભાળી. ૧૯૩૫ થી ૧૯૩૯ સુધી જૈન ગ્રંથમાળામાં મંત્રી તરીકે રહ્યા અને નવજીવન પ્રેસ દ્વારા વિવિધ જૈન ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદો આપ્યા. આ બધા સમય દરમ્યાન શ્રી. મગનભાઈ દેસાઈને ગાંધીજીએ વધુમાં મહિલા આશ્રમની કામગીરી માટે બોલાવી લીધા. તા. ૩-૮-૧૯૩૭ તેમને ગુજરાત વિદ્યાપીઠના મહામાત્રની કામગીરી માટે નિયુક્ત કર્યા. આથી શ્રી, ગેપાળદાસ પટેલને પુન: તેમને સાથ સાંપડયો. જે તેમના જીવનના અંત સુધી અવિભાજ્યપણે રહ્યો. ૧૯૩૯માં વિદ્યાપીઠનું નવું સામાયિક “શિક્ષણ અને સાહિત્ય” શરૂ થયું તેમાં શ્રી. મગનભાઈએ ગોપાળદાસને સંપાદક મંડળમાં અન્ય સાથીઓ – જુગતરામ દવે, નરહરીભાઈ પરીખ, મણિભાઈ દેસાઈ, જીવણજી દેસાઈની સાથે લીધા. આઝાદી પછી ૧૯૪૭થી મહાદેવભાઈ દેસાઈના નામે મહાવિદ્યાલયને પુન: ન ઘાટ આપવા માટે ગાંધીજીના આશીર્વાદ મળતાં નવા આજીવન ટ્રસ્ટીમંડળમાં શ્રી ગોપાળદાસ પટેલની પસંદગી થઈ. તેમને સંસ્થાના ખજાનચી અને ગ્રંથાલય સમિતિમાં મંત્રી ઉપરાંત બીજી પાંચ સમિતિમાં સભ્ય તરીકેની જવાબદારી સોંપાઈ. આમ શ્રી ગોપાળદાસ પટેલ ૧૯૨૭થી ૧૯૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org