________________
એક ઝલક ગોપાળદાસભાઈ આશ્રમ રોડ પર વાડજ પાસે ચાંપાનેર સોસાયટીમાં ભાડાના ઘરમાં રહેતા. કાયમ બસમાં આવે ને બસમાં જય. એક વાર પૈસા ભૂલી જવાથી મારી પાસે બે-ચાર આના માગ્યા, મેં આપ્યા કે તરત જ બીજે દિવસે મને પરત કર્યા. એટલી જ સાદાઈ ને એટલી જ ચોકસાઈ એમના જીવનમાં હતી, જેને લાભ ગ્રંથાલયને પણ મળ્યો હતે.
ગ્રંથાલયમાં પુસ્તક ખુલ્લા ઘેડા પર રાખવામાં આવે છે. આને કારણે ચારીને ભય રહે, પણ વાચકોની સગવડ ખાતર આ વ્યવસ્થા ગોપાળદાસભાઈએ પણ ચાલુ રાખી અને એમના સમયમાં ગ્રંથાલયનાં તમામ પુસ્તકનું વર્ગીકરણ કરવાનું કામ ઉપાડ્યું હતું. અમારા ગ્રંથપાલ શ્રી. ચુનીલાલ બારોટજી રંગનાથી વર્ગીકરણના નિષ્ણાત અને મોટે ભાગે તેમણે જ તે સમય સુધીનાં પુસ્તકોનું વર્ગીકરણ કર્યું હતું. કૉપીરાઈટ વિભાગનાં ગુજરાતી પુસ્તકોનું વગીકરણ મને સેપવામાં આવતાં રોજ નિયમિત કરતો અને ગ્રંથપાલશ્રી રોજ આવીને તે જોઈ જતા.
આ અંગે ગ્રંથપાલ તાલીમ વર્ગ દર વર્ષે ગુજરાતી પુસ્તકાલય મંડળ તરકથી ચાલતો. એમાં મને ગોપાળદાસભાઈએ જ મોકલ્યું અને એને કારણે લગભગ ૧૫ વર્ષ મેં ગ્રંથાલયમાં કામ કર્યું. ગ્રંથાલયની સાથે સાથે તેનું વાચનાલય પણ અતિ સમૃદ્ધ હતું. દેશ-પરદેશનાં વિવિધ ભાષાઓનાં સેંકડો સામાયિકો આવતાં હતાં. અમેરિકાથી નીકળતું અંગ્રેજી સાપ્તાહિક “મનસ' તેઓ અવશ્ય જોતા અને તેની વાત કરતા. અને ગુજરાતી વાચકને કેટલીક સામગ્રી તેમાંથી પીરસતા.
અસેલા ગ્રંથાલય વિદ્યાપીઠના મૂળ મકાનમાં મેડા પર ડાબી બાજુના ઓરડામાં ગોઠવવામાં આવ્યું હતું. આઝાદી પછી ગાંધી સ્મારક નિધિમાંથી આર્થિક મદદને કારણે સૌ પ્રથમ ગ્રંથાલયનું મકાન “ગાંધીભવન’ ૧૯૫૨માં બાંધવાનું શરૂ થયું અને ૧૯૫૫માં નવા મકાનમાં ગ્રંથાલય ખસેડાયું,
જના મકાનમાં ગ્રંથાલયના કામ બાબતે એક વાર મને બોલાવીને મારી ભૂલ જણાવી. હકીકતમાં એ ભૂલ મારી નહોતી, પણ મેં સાંભળી લીધું. બીજે દિવસે ગોપાળદાસભાઈને ખ્યાલ આવતા તરત મને બોલાવીને કહ્યું, “દશરથલાલ, કાલે મેં તમને કહ્યું હતું, પણ એ ભૂલ તમારી નહતી, એ મને ખબર પડી.” આવી હતી તેમના મનની મોટાઈ.
અમારા મહામાત્ર ને આચાર્યશ્રી મગનભાઈ દેસાઈ માટે એમને ખૂબ માન. એક દિવસ મને કહે, “ગાંધીજી પછી એક માત્ર ગાંધીવિચારવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org