________________
ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકારે
અને નીડર પત્રકારો ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકારો અને સંનિષ્ઠ સાહિત્યસેવકો તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલનાં નામે ગુજરાતમાં ખૂબ જાણીતાં છે. ગૂજરાત વિદ્યાપીઠની તેમની પ્રાણવાન અને યશસ્વી કામગીરી, તેમના પ્રેરક અને પિતાની ટોળીના સ્નાતક-સેવકે ડાંગથી સાબરકાંઠા સુધી રોપી દઈને જનતાની અમૂલ્ય સેવા કરી છે. અને તેમાંય શ્રી. ગોપાળદાસ પટેલે તો ધર્મ-સાહિત્ય અને વિશ્વ-સાહિત્યનો ધોધ વહેવડાવી ગુજરાતી વાચકની ઉમદા સેવા કરી છે. શ્રી. મગનભાઈ દેસાઈ ગાંધીજીનાં
હરિજન”પત્રોના છેલલા તંત્રી, અને શ્રી. ગોપાળદાસ પટેલ પોતાની તેજાબી કલમ દ્વારા “સત્યાગ્રહ', “જ્ઞાનતિ ', “પુત્ર છo પટેલને જાહેર પત્ર' અને ' ટંકારવ” દ્વારા ગાંધી મૂલ્યોનું આખરી દમ તક બહાદુરીથી જતન કર્યું તે બદલ તેમને વંદન કરું છું.
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલના કટાર લેખે, સાહિત્યપ્રવૃત્તિઓ અને અન્ય રચનાઓ વાંચનારને ગાંધીયુગના નીડર અને મર્દ પત્રકારની પ્રતિતી થયા વિના રહેશે નહીં. વિશ્વના અમર સાહિત્યકારોની અમરકૃતિએ – રચનાઓને ગુજરાતી અનુવાદ, ભાવાનુવાદ અને સંક્ષિપ્તિકરણ મૂળ લખાણમાં રસભંગ ન થાય તેવી રોચકશૈલીમાં તેમણે કરેલી રજૂઆત જોઈને તેમના ઊંડા અભ્યાસ, જ્ઞાન, અનુભવ અને ભાષા પરના પ્રભુત્વને પરિચય આપણને સહેજે થયા વગર રહેતો નથી. એટલું જ નહીં તેમણે હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મની પાયાની મહત્વની બાબતે લોકભોગ્ય ભાષામાં સરળ રજુઆત કરીને તેમના વિવિધ ધર્મ અંગેના ઊંડા અધ્યયન અને અભ્યાસને લાભ ગુજરાતી વાચકોને ભરપેટ આપ્યો છે. મેં મારા જીવનમાં આવા ભેખધારી બહુ જ ઓછા જોયા છે. તેઓ સ્વસ્થ હતા ત્યારે તે ઠીક પણ પાછલાં વર્ષોમાં – છેલ્લા અઢી દાયકા દરમ્યાન જયારે શારીરિક વ્યાધીના લીધે તેમનું હલન-ચલન, ઊઠવું-બેસવું, હરવું-ફરવું બંધ થયા પછી પણ પથારીમાં સૂતાં સૂતાં લખી શકાય તેવી વિશિષ્ઠ ગોઠવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org