________________
ધાર્મિક – આધ્યાત્મિક સાહિત્યક્ષેત્રે
ગોપાળદાસનું પ્રદાન બસે વર્ષના બ્રિટિશ શાસન અને અંગ્રેજી શિક્ષણને પ્રતાપે દેશનો શિક્ષિત વર્ગ ભારતના પ્રાચીન ધાર્મિક – આધ્યાત્મિક – સાંસ્કૃતિક વારસાને વીસરી ગયો હતો એટલું જ નહીં, એની નફરત કરતો થઈ ગયો હતો. ભૂતકાળના એ ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી થોડા જ વખતમાં ગૂજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરવામાં આવી. હિંદુ જેન બૌદ્ધદર્શનનું અધ્યયન, અધ્યાપન, સંશોધન, સંપાદન અને લેખન, એ એને મુખ્ય ઉદ્દેશ્ય હતો. એ ઉદ્દેશને ચરિતાર્થ કરવા ગાંધીજી પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે પૂનાના ભાંડારકર પુરાતત્ત્વ મંદિરમાં કાર્યરત સંશોધન પ્રવીણ મુનિશ્રી જિનવિજયજીને, અને અધ્યાપક તરીકે પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી. ધર્માનંદ કોસાંબી અને રસિકલાલ પરીખ જેવા મનીષી વિદ્વાનોને વિદ્યાપીઠમાં લઈ આવ્યા.
આ પુરાતત્ત્વ-મંદિરમાં પ્રાચીન ઇતિહાસ અને દર્શનશાસ્ત્રો તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ આદિ ભાષાઓનું શાસ્ત્રીય તથા તુલનાત્મક દૃષ્ટિએ શિક્ષણ આપવા આર્યવિદ્યામંદિર નામને એક શિક્ષણ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો. શ્રી. ગેપાળદાસ પટેલ આ આર્યવિદ્યામંદિરમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને ઈસ ૧૯૨૫માં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં પ્રથમ વર્ગ સાથે આર્યવિદ્યા વિશારદની પદવી મેળવી. એ પછી વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. ૧૯૨૭માં તેઓ શ્રી મગનભાઈ દેસાઈના સંપર્કમાં આવ્યા. એ સંપર્ક ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો અને અંતે ગુરુશિષ્ય સંબંધમાં પરિણમ્યો.
૧૩૪માં મગનભાઈ વિદ્યાપીઠના મહામાત્ર તરીકે નિમાયા ત્યારે પુરાતત્તવમંદિર તે બંધ થઈ ગયું હતું. પરંતુ આઠ વર્ષના એના કાર્યકાળ દરમ્યાન એના વિદ્વાન અધ્યાપકો દ્વારા ૨૫ જેટલા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથે પ્રગટ થઈ ચૂક્યા હતા. મગનભાઈ પુરાતત્તવ મંદિરની સંશાધન, સંપાદન અને અનુવાદની એ પરંપરા પુનઃ ચાલુ થાય એમ ઇચ્છતા હતા. ગોપાળદાસના
૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org