________________
કાકછ - સસરા -વડીલ મિત્ર
૨૭૫ ચાલી શકતો હતો ત્યારે પણ કયાં આટલો બહાર જતો? ઉપરથી એ એવું માની આનંદ કરતા કે હવે તો મારે કેટલું સારું. બધુ જ ખાટલામાં થાય છે, મારે ઊભા પણ થવું પડતું નથી. બાવીસ વરસ પથારીમાં રહ્યા પણ બહુ જ સ્વમાનથી અને વટથી. જરા પણ એ પરવશ છે, કે ભગવાને મને આ શું કર્યું? એવું એમને લાગ્યું નથી. કોઈ મળવા આવે અને કંઈ અજુગતુ કહે તો ઉપરથી ઘણા જ ગુસ્સે થતા ને સિંહની જેમ ગરજતા. ૫૦ છો૦ પટેલ તો કાયમ કહેતા કે, “જે આ વરાળ બહાર ના આવે તો આ ઍન્જિન ફાટી જાય.”
એમને બે-ત્રણ વસ્તુઓની ભારે ચીડ હતી : એક તે નહેરુ કુટુંબ કોઈ પણ ટી.વી. પર આવે તો એ તરત જ ટી વી. બંધ કરી દેતા. કોઈ કોઈ વાર તે એવું પણ કહેતા કે, “જો ભગવાન મને બે જ દિવસ માટે પગ આપે તે હું એક-બેને ખલાસ કરી નાખું.” જ્યારે સોનિયા ગાંધી વિષે બહુ આવે ત્યારે એ ગુસ્સામાં આવી, આખી થાળી ફેંકી દેતા. પછી
જ્યારે ખાવાનું દીવાલ પર અને પથારીમાં ઢોળાતું ત્યારે મને પણ ગુસ્સો આવતો. પણ મારા કરતાં એમને પોતાને ઘણું દુઃખ થતું. ઘણી વાર તો એમના હાથમાં જે કોઈ ચોપડી હોય તેને સીધો ઘા ટી વી પર કરતા.
મને યાદ છે કે એમની મુલાકાત લેવા એક વાર ટી.વી.વાળા કેમેરા લઈ ઘેર આવેલા. કાકાજીએ તે ના જ પાડી દીધી અને કહ્યું કે આ બધું હું ફેંકી દઈશ. એમને તો એ જ કહ્યું, કે સ્વતંત્રતાની લડાઈમાં મેં જે કરેલું તે મને ઠીક લાગ્યું એટલે કર્યું નહિ કે તમારી બધાની વાહ વાહ સાંભળવા. હારીને ટી.વી.વાળા વિહારીદાસની ઑફિસમાં જઈને એમને સમજાવવા માંડ્યા કે તમે તમારા પિતાજીને સમજાવ, તે એમણે પણ એવો જ જવાબ આપ્યો.
એમને એક વાતનું એ પણ દુ:ખ થતું કે, આટલું બધું સહન કરીને દેશને સ્વતંત્ર તે કર્યો પણ છેવટે કેવા લોકોના હાથમાં સોંપ્યું.
વિહારીદાસની સંસ્થા (EDI) વિષે બધા જ બહુ વાતો કરતા. એમને આર્કિટેકમાં આગાખાન એવોર્ડ પણ મળ્યો. એટલે કાકાજીએ હર્ષને બોલાવીને કહ્યું કે, “તું મને ઈ. ડી. આઈ. લઈ જા.' હર્ષ રવિવારે કાકાજીને ગાડીમાં બેસાડી, એમની વહીલર લઈને ઈ. ડી. આઈ. લઈ ગયો. હર્ષે ત્યાં એમને વહીલચેરમાં બેસાડી આખું ઇ. ડી. આઈ. બતાવ્યું. પછી કહ્યું કે વિહારીદાસની ઑફિસમાં લઈ જા. ઑફિસમાં જઈને પોતાના દીકરાનું બધું સારું જોઈ એટલા બધા ગૌરવાન્તિક થયા કે પોતાના દીકરા માટે બોર્ડ પર સંદેશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org