________________
એક ઝલક
s
મૂકો, બીજે દિવસે જ્યારે વિહારીદાસ - ઑફિસે ગયા અને સંદેશા વાંચ્યા ત્યારે અમને ખબર પડી કે કાકાજી ઈ. ટી. આઈ. ગયા હતા.
હર્ષ કોઈ કોઈ વાર એમ્બ્યુલન્સ બાલાવી, એમને સુવાડીને અમદાવાદ જોવા પણ લઈ જતા. પછી આવીને એટલું વિગતવાર વર્ણન કરતા કે એ વિકાસની અમને ખબર પણ ન હોય.
હું જ્યારે આચાર્યા થઈ ત્યારે ઘણી વહીવટી સમસ્યા અંગે પણ જેવી ઘેર આવું એટલે તરત જ બધું પૂછતા અને મારા જીવનમાં એટલેા રસ બતાવતા કે મારા એ સસરા કરતાં વધારે મિત્ર હતા. જયારે એમને લાગતું કે હું બહુ ટેન્શનમાં છું તે મને તે રજનીશની ટેંપા સાંભળવા
આપતા.
એમનાં ઘણાં બધાં વાકયો બહુ જ યાદ આવે છે
* ઘરની ગૃહિણી તે। એવી હોવી જોઈએ કે ખુશીથી ઘરનું છાપરું પણ ઉડી જાય. ’’
46
પેાતાનાને તે બધાં જ પ્રેમ કરે પણ જ્યારે પારકી ઘરમાં આવે ૧ એને તમે પેાતાની કરો તા ખરા કહેવાવ."
-
એ પોતે બહુ જ સ્પષ્ટ મનના હતા. જ્યારે એમને એમની મિલકત (એટલે કે મહેન્દ્ર મિલના શેરા) બે પૌત્રોના નામ પર કર્યા ત્યારે વિહારીદાસે કહ્યું કે, મૌલીના નામ પર કેમ નહીં? તે એમણે કહ્યું કે આ શેરોની કિંમત કાલે ઊઠીને કંઈ નહીં હેાય ત્યારે દીકરીને કંઈ લાભ નહિ થાય. એના કરતાં એટલા શેર વેચીને એના ભાગના રૂપિયા એના નામ પર કરો.
જ્યારે ઘરનું નામ પાડવાનું આવ્યું ત્યારે એમને “હર્ષોંદય” નામ પાડયું. મૌલીએ જીદ કરી કે દાદા મારું નામ કેમ નહીં, તે એ તરત જ બાલ્યા કે દીકરીનું નામ ન હેાય. કાલે ઊઠીને જમાઈ કેવા આવે એ કાને ખબર છે?
અમારે ત્યાં બધાંનાં નામ કાકાજી પાડે. જ્યારે હર્ષને ત્યાં પહેલી દીકરી જન્મી ત્યારે એમણે એનું નામ ‘આરતી’ પાડયું. એમણે કહ્યું કે હું ભગવાનની આરતી ઉતારું છું અને આટલું બધું થયા પછી આજે મને આ દિવસ આપ્યો. હું હર્ષનું બાળક જેઈ શકયો.
તા. ૧-૧૨-૨૦૦૩
યાગીનીબહેન વિહારીદાસ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org