________________
૨૦
એક ઝલક
૦ ગાંધીજીની ફિલસૂફીમાં અપાર જીવંત શ્રદ્ધા ધરાવનાર છે. અને
જીવનને આધ્યાત્મિક વિચારસરણીયુક્ત બનાવવાનો પુરુષાર્થ કરનાર,
સાધુચરિત છે. એમની લેખનશક્તિ અને અનુવાદક તરીકેની સમજે તો મારા પર ગજબની અસર કરી. એમની સાહિત્ય-સેવાની કૃતિઓને ફલક જોતાં મને થયું કે આ વિદ્વાનની નજર તે પિંડથી માંડીને ગગનમંડળની ગતિ પર્યંત, વ્યાપક અને ઊંડી છે. એમના વિચારો, એક બાજુએ “કામ”-સે રામ” એવા સૂત્રની ઊંડી અને તલસ્પર્શી ચર્ચામાં જણાય, તો બીજી બાજુએ અસંગની કુહાડીથી લોભ, કામ અને ક્રોધને છેદવાની અનાસક્તિમાં એટલી જ ઊંડી ચર્ચામાં પણ જણાય. ગજબનું સમતેલન એમાં અનુભવાય! પિતે યોગમાર્ગના ઉપાસક હોવાથી જીવનના કેટલાક આગ્રહમાં બાંધછોડ કરવાનું અમને નાપસંદ હતું, એ જુદી વાત.
એમને વાચનને અને સાહિત્યસેવનને આત્યંતિક શોખ. (લખવું. અનુવાદ કરવો, વગેરેને). જીવનના છેલ્લા બે દસકા દરમિયાન એ માંદગીને કારણે સાવ પરાવલંબી થઈ ગયા હતા. એમનાથી ન તે ઉઠાય, ન બેસાય કે ન રાત્રે ઊંઘાય. થોડી થોડી વારે અન્ય સહાયકની એમણે મદદ લેવી પડતી. પરિચારિક અને સગાંસ્નેહીઓની મદદ, સતત સુલભ હોવા છતાં, બધી ક્રિયાઓમાં અવલંબન રાખવાનું એમના સ્વભાવથી વિરુદ્ધ હતું.
આમ છતાં, પથારીમાં પડ્યા પડ્યા, અખબાર વાંચવાનું, અનુવાદ કરવાનું લેખ લખવાનું, વગેરે એમણે સતત ચાલુ રાખ્યું. એ દરમિયાન અને એ અગાઉથી પણ, એમણે પોતાની સાહિત્યસાધના ચાલુ રાખી હતી. ગુજરાતના ઉત્તમ અનુવાદકોમાંના એક તરીકે એમણે નામના મેળવી હતી. વિશ્વસાહિત્યની અણમેલ કૃતિઓને ગુજરાતી ભાષામાં કુશળતાપૂર્વક ઉતારીને એમણે ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો પર્યત સૌ એમના ઋણી રહેશે. એમની શિષ્ટ અભિરુચિ, ભાષાકુશળતા વિશદ્ અને વેધક દષ્ટિ એમનાં ભાષાંતરોને ઊંચો ઉઠાવ આપે છે. એમની સાહિત્યસેવાનાં થોડાં દષ્ટાંતે હવે જોઈએ – ૦ ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રી મગનભાઈ દેસાઈ “શિક્ષણ અને સાહિત્ય”
માસિકનું સંપાદન કરતા હતા. તેમાં પુસ્તકની સમીક્ષા તથા પ્રાસંગિક
અને સ્વતંત્ર લેખો લખવાનું કામ શ્રી. ગોપાળદાસ કરતા. 0 શ્રી. મગનભાઈ દેસાઈની સૂચનાથી કુમાર વિનય મંદિરના આચાર્યશ્રીએ
આચાર્યના અનુભવો” નામની પુસ્તિકા લખવાનું શરૂ કર્યું. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org