________________
એક ઝલક પટેલ ચીનની કટોકટીની સમજ આપવા આજુબાજુના ગામમાં – થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર વગેરે ગામોમાં પરિવાર સંસ્થાએ મેયરશ્રી. સોમાભાઈ પટેલ, દિનકર મહેતા, શ્રી. હિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી. વજુભાઈ શાહ, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ, શ્રી. દિલખુશભાઈ દિવાનજીનાં જોરદાર વ્યાખ્યાનોની રમઝટ મચાવી લોકોમાં ખુમારી ઊભી કરી. ગ્રામજને માટે ઊંધિયા પાર્ટી અને લાલ લીલી” જેવાં નાટકે અને ગીતા-ઉપનિષદોની શિબિરે કરી. ચીનની ભારત પર ચડાઈની સમજ આપવા માટે પરિવાર પ્રકાશને “ભારત પર ચડાઈ – સંપા૦ મગનભાઈ દેસાઈ, કિં૦ ૦-૭૫ નામની પુસ્તિકા બહાર પાડી. તેમાંથી ખર્ચ બાદ જતાં વધેલી રકમ વડાપ્રધાનના સંરક્ષણ ફંડમાં પરિવાર સંસ્થાએ મોકલી આપી. પછી તે લે-મિઝરાષ્પ, થ્રી મસ્કેટિયર્સ, ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વગેરે પુસ્તક બહાર પાડયાં. આ બધાં પુસ્તકોના વિમોચન સમારંભે જોધપુરના ટેકરા ઉપર થવા માંડ્યા.
મને વાંચવાને ભારે શોખ છે. મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલનાં મોટા ભાગનાં પુસ્તકો રસપૂર્વક મેં વાંચ્યાં છે. આવા સંત પુરુષોના અંગત સમાગમમાં આવવાનું થયું. આ સમાગમને કારણે સત્યાગ્રહમાં મારું ઘર બન્યું અને મારો વાંચવાનો શોખ સંતોષાય. પછી તો મગનવાડીમાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ. ગ્રામોદ્યોગ અને ઇલેકટ્રોનિકસના વર્ગો, પુસ્તક પ્રદર્શને, ગીતા અને ઉપનિષદોની શિબિરો, ગ્રંથાલય, યોગના વર્ગો, વિવિધ ભાષાઓના વર્ગો, ધ્યાનની શિબિર, પુસ્તક પ્રકાશન, બાગ અને બાલવાડી, પ્રાર્થના ઉત્સવ સમારંભો, રામનામ કુદરતી ઉપચાર કેન્દ્ર, વ્યાખ્યાન માળા, ટંકારવ” અને “જ્ઞાન-જયોતિ’ અને વ્યાયામની રમઝટ ચાલી.
સેટેલાઇટ વિસ્તારમાં “ફ્રીડમ ફાઇટર” હૉસ્ટેલ કમ લાયબ્રેરી” અને “ધ્યાન કેન્દ્ર” સ્થાપવાની શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની ખાસ ઇચ્છા હતી. તેમની આ ઈચ્છા પુરી કરવાનું શ્રી. ગુણવંતભાઈ. ફુલાભાઈ દેસાઈ અને ડૉ. વી. જી. પટેલના પરિવારે તથા રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે બીડું ઝડપ્યું. આ માટે રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ
ગ્રંથાલય', “હૉસ્ટેલ' અને “ધ્યાન માટે “ઓશો હૉલની સુવિધા તાત્કાલિક ઊભી કરી ગ્રંથાલયને મંગલ પ્રારંભ કરી “શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ સ્મૃતિ ગ્રંથાલય” નામ આપ્યું છે. આ સુંદર કાર્ય કરવા માટે સંસ્થા અને તેમનાં પરિવારે ખાસ અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સુખી સંપન્ન લોકોએ આ જ્ઞાનયજ્ઞમાં ઉત્સાહથી ભાગ લે જોઇએ. સૌને ધન્યવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org