________________
૨૭૪
એક ઝલક આપવાના. જે કોઈ વાર વિમા કંપનીનું પ્રિમિયમ ભરવાનું રહી જાય અને દંડ ભરવો પડે તે બહુ જ ચીડાતા. છેવટ સુધી વિહારીદાસનું બધું જ લેખનનું સંપાદન પણ એ જ કરતા. નાનપણથી જ જ્યારે જ્યારે સ્કૂલમાં નિબંધ લખવા આપે તે એ કાકાજી સાથે રહી લખતા. એ ટેવ છેવટ સુધી રહી. એ પોતે એમના દીકરાના જીવનથી એટલા પ્રભાવિત હતા કે એમને કંઈ ઠપકો આપવો હોય તે એ એમને ઑફિસમાં કાગળ લખતા કે પછી મને બોલાવીને કહેતા. મોઢે તો કશું જ કડકાઈથી કહેતા નહીં.
એમના ત્રણ પત્રિોનું પણ એટલું જ ધ્યાન રાખતા. બન્ને પાત્રો – હર્ષ અને ઉદયને ભાષાએ એ જ શીખવતા. મને તો એમણે કહી દીધેલું કે ભણતરની વાતમાં મને કોઈએ દખલ કરવી નહીં. મારી ઇચ્છા અંગ્રેજી માધ્યમમાં મુકવાની હતી. પણ જ્યારે મૌલીને વારો આવ્યો ત્યારે એમણે મને છૂટ આપી અને મૌલીને મેં મારી જ સ્કૂલ – માઉન્ટ કારમેલમાં મૂકી. હઈ જયારે જ્યારે ખૂબ પજવતો ત્યારે એ ચીડાઈને કહેતા કે, “હું તે પ્રીત કરીને પછતાયો છું.”
મારે સંબંધ કાકાજી જોડે ઘણા જ જુદા પ્રકારને હતે. પહેલા પહેલાં તે એમનો મને ખૂબ ડર લાગતો. એમનો ગુસ્સો ખૂબ હતે. જ્યારે ગુસ્સામાં હોય ત્યારે એ કોઈનું ન સાંભળે. પણ એ ગુસ્સે કોઈ કોઈ વાર જ થતા. હું પહેલેથી જ માથે ઓઢતી. જ્યારે એ પથારીવશ થયા ત્યારે એમના માટે વૉર્ડબૉય કે નર્સ સવાર સવાર આવતી. પણ જે દિવસે ન આવે ત્યારે હું કરતી. મને યાદ છે કે પહેલી વાર મારે એમને અડવું પડયું, અને મારું માથું ખુલ્લું થઈ ગયું ત્યારે એમની આંખમાંથી આંસુ આવી ગયાં ને મને કહેવા લાગ્યા કે મારે આ કામ કરતી વખતે માથે નહીં ઓઢે તો ચાલશે. પણ એ પહેલી વાર એમને ઘણું જ દુ:ખ થયું હતું કે, આ કામ એમની વહુ પાસે કરાવવું પડે છે. દર રવિવારે એમને વહીલચેરમાં બેસાડીને બાથરૂમમાં નહાવા લઈ જતા. જ્યારે એમને હું નવડાવતી ત્યારે એ કહેતા કે મારી આખી જિંદગીમાં આટલું બધું ઘસી ઘસીને કદી નાહ્યો નથી. શરૂઆતના ૧૦ વરસ તો અમે બને એ જ બધું કર્યું. પણ જ્યારે છોકરાઓ મોટા થયા એટલે કાકાજીની બધી જવાબદારી એમણે ઉપાડી લીધી.
રંગીન ટી.વી આવી ગયા પછી એમને ટાઈમ સારે જતા. છતાં દર બુધ કે ગુરુવારે એમને અમે ડ્રાઈવ ઈન સિનેમા લઈ જતા. એ દિવસે સવારથી જ તે સાંજનું મેનું તૈયાર કરતા અને મને કહી દેતા. એમને જીવનમાં દરેક વસ્તુમાં ઘણો જ રસ. એ એમ જ કહેતા કે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org