________________
એક ઝલક જ બહાર જતા. મને યાદ છે કે મેં એક દિવસ પપ્પાજીને રેકોર્ડ તોડે. ૨૩ વાર એક રાત્રે ઊભે થયેલે કારણકે દાદાજીને ઘણી તકલીફ પડેલી. મારા પછી મારી બહેન મૌલીએ પણ તેમની ઘણી સેવા કરેલી.
મારે અને દાદાજી વચ્ચે એક સમજતી હતી. ક્રિકેટની રમતમાં મારે ૨૦ રનથી વધારે કરવા. (પેપરમાં નામ આવે) અને ત્રણ વિકેટ લેવી વીકેટકીપર તરીકે. દરેક રમત પછી હું પહેલાં એમને મળવા જઉં. પપ્પાજીએ તે મેચ જોયેલી જ છે કારણકે જ્યાં પણ હું રમું, પીળી ફીયાટ ગાડી તે આવી જ જાય. એમની સૌથી વધારે મને બીક લાગે અને પછી દાદાજીની. હું મેચ હારું કે જીતું પણ જે ૨૦ રન અને ૩ વિકેટ લીધી હોય તો દાદાજી ખુશ. મને એ રેજ સવારે ઉઠાડીને પેપર કટીંગ બતાવતા અને મારું નામ પણ ખાસ બતાવતા. અહિયાં અમેરિકા આવ્યા પછી પણ મને ઘણા પેપરના કટીંગે તેઓ મોકલતા.
ઉત્તરાયણ અમે ખૂબ મઝાથી ઉજવતા. ખાસ કારણકે પપ્પાજી અને દાદાજીને એ તહેવાર ખાસ ગમતો. એક મહિના પહેલાં અમે રોજ રાતના બેસીને કન્યાઓ બાંધતા. દાદાજી પણ રોજ મદદ કરતા એ મારા માટે ખાસ પાંચ હજાર વાર દેરી છૂપી રીતે મગાવતા. મને પતંગ ઉડાવવાનો ખૂબ જ શોખ અને ગુમાવવાને પણ એટલો જ. ઉત્તરાયણની રાતે આવીને એમને આખા દિવસની વાત કહેવાની મઝા આવતી.
બે વસ્તુ જે હું એમની જોડે શીખે હોઉં તો તે છે વધુ ચોટાડવી અને ફિલ્મ શરૂથી જ જોવાની વચ્ચેથી નહીં કારણકે પ્લેટ ખબર ના પડે જો વચ્ચેથી જોઈએ તે. એટલે જ્યારે પણ અમે બધા ફિલ્મ જોવા બેસીએ અને જે કોઈ પણ ઊભું થાય તે દાદાજીને ખૂબ ગુસ્સો આવતે.
દાદાજી માટે જેટલું લખું એટલું ઓછું છે. મારી પાસે એમની એટલી બધી યાદ છે કે જો બધુ લખવા બેસું તે આખો દિવસ નીકળી જાય. “હદય” એમના વગર સૂનું છે. અમે બધા એટલું બધું શીખ્યા છીએ કે એમની પાસેથી વાતવાતમાં એમની યાદ આવે છે. દાદાજીની મેં ઘણી સેવા કરી પણ મને વધારે સેવા કરવાનો જે મોકો મળ્યો હોત તો વધારે સારું થયું હોત. દાદાજી અમારી સામે નથી પણ હમેશાં અમારી પાસે છે. હમેશાં અમારા ઉપર એમના આશીર્વાદ રહેશે. મારી એવી ઇચ્છા હતી કે મારાં બે બાળકો દાદાજીને જુએ અને એમની પાસે રમે. દાદાજીને મારા લાખો પ્રણામ.
ઉદય વિહારીદાસ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org