________________
નેપાળકાકાને જેવા મેં જોયા-જાણ્યા દશ્ય – ૪ : કાકાનો ખાલીખમ રડ, કાકાને મૃતદેહ અને કાકાના
મિત્રો- શુભેચ્છકો સ્નેહીઓ તથા સગાસંબંધીઓને વિશાળ
સમુદાય. કાકાના મૃત્યુના સમાચાર અમને મળ્યા કે તરત જ અમે કાકાના ઘેર પહોંચી ગયા અને સીધા જ કાકાના ઓરડામાં ગયા. ત્યાં અમને સફેદ ચાદરમાં લપેટેલા અને ફૂલોથી આચ્છાદિત કાકાના મૃતદેહનાં અંતિમ દર્શન થયાં.
આમેય કાકાએ ૨૦-૨૨ વરસની લાંબી જીવન-સાધના પથારીમાં પડયા પડયા જ કરી હતી અને આત્માની શક્તિને એટલી જાગ્રત કરી દીધેલી કે શારીરિક પરવશતા તેમની સાધનામાં કદિયે આડી આવી નથી. પોતાની સાહિત્યની સાધના અવિરતપણે ચાલુ રાખી અને પરિવાર પ્રકાશનને સાહિત્ય-જગતમાં ઉચ્ચ શિખરે પહોંચાડી અદૂભુત કાર્ય કરી ગયા.
કાકાના પિતાજીનું નામ “જીવાભાઈ હતું. કાકા એવું જીવન જીવી ગયા કે તેમને જીવાત્મા પરમાત્મામાં એકરૂપ થઈ ગયો અને પિતાનું નામ તથા સાથે સાથે પિતાનું નામ “જીવા”ભાઈ હતું એ નામને પણ સાર્થક કરતા ગયા એવા કાકા હતા.
મારા જીવનમાં કાકાનાં ચાર દશ્ય જોવા મળ્યાં, તેને મેં મારી રીતે મારી ભાષામાં અભિવ્યક્ત કરી કાકાને જેવા જયા-જાણ્યા તેવા રજુ કર્યા છે. કાકાને કોટિ કોટિ વંદન!
ભેગીભાઈ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org